<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

આજે તો માર મારીને જવા દઉ છું, હવે ફોન કરીશ તો જીવતો મારી નાંખીશ!

જીવરાજ પાર્ક રોડ પર દ્વારકાધીશ હોટલ પાસે પાણીની રિક્ષાવાળા નવઘણ ગમારાને રાહુલ વકાતર અને અજાણ્‍યા શખ્‍સે લાકડીથી બેફામ ફટકાર્યો

રાજકોટ તા. ૮: જીવરાજ પાર્ક મેઇન રોડ પર દ્વારકાધીશ હોટલ પાસે પાણીની રિક્ષા લઇને ઉભેલા ભારતનગરના યુવાનને બાઇક પર આવેલા બે શખ્‍સોએ કેમ તું મને ફોન કરે છે? કહી લાકડીથી માર મારી ખૂન કરી નાખવાની ધમકી આપતાં પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવમાં તાલુકા પોલીસે જીવરાજ પાર્ક મેઇન રોડ જ્‍ય દ્વારકાધીશ ચોક ભારતનગર એપાર્ટમેન્‍ટ સી-૧૦૨માં રહેતાં અને પાણીની રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં નવઘણ ટીડાભાઇ ગમારા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી રાહુલ વકાતર અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે.

નવઘણે કહ્યું હતું કે હું અને મારો મિત્ર જીતુ બાંભવા દ્વારકાધીશ હોટલ પાસે મારી રિક્ષાના પાટીયા પર બેઠા હતાં ત્‍યારે અચાનક રાહુલ અને અજાણ્‍યો શખ્‍સ બાઇક પર આવ્‍યા હતાં. રાહુલે મને-તું કેમ ફોનમાં મને ગાળો આપે છે? તેમ કહી બાદમાં તેની પાછળ બેઠેલા શખ્‍સને આને મારવાનો છે તેમ કહેતાં એ શખ્‍સે તેના હાથમાં લાકડી હોઇ તેનાથી માર મારવાનું ચાલુ કકરતાં મને કાન નીચે એક ઘા લાગતાં તમ્‍મર ચડી ગઇ હતી. હું નીચે પડી જતાં  રાહુલ અને અજાણ્‍યાએ વધુ લાકડીના ઘા કરતાં મેં હાથ આડો કરતાં ડાબા હાથે કોણીમાં ઘા લાગી ગયો હતો. અજાણ્‍યાએ મને વાંસામાં પણલ ાકડીઓ ફટકારી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં રાહુલે આજે તો તને મારીને મુકી દઉ છું, હવે પછી ફોન કર્યો તો જીવતો નહિ મુકું તેમ કહી ધમકી આપી અજાણ્‍યા શખ્‍સ સાથે ભાગી ગયો હતો. મને મિત્રસહિતે છોડાવી હોસ્‍પિટલે ખસેડયો હતો. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી. કે. પરમારે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(3:45 PM IST)