News of Tuesday, 8th April 2025
ગોંડલ રોડ- નાના મવા સર્કલની મસાલા માર્કેટમાં મનપાની ફુડ શાખા ત્રાટકી : ૧૬ નમૂના લેવાયા : જુઓ વિડિયો
અમૃત મુખવાસના મીઠા-પાનચૂરી મુખવાસમાં કલરની ભેળસેળઃ નમૂનો નાપાસ

રાજકોટ, તા. ૮: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાધ્યપદાર્થના ૦૨ નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેટરશ્રી સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂા.૭૦ હજારના દંડના હુકમ કરવામાં આવેલ છે.
મનપાની સત્તાવાર યાદી મુજબ ફૂડ વિભાગ દ્વારા ‘અમળત મુખવાસ', પરાબજાર મેઇન રોડ, મુકામેથી ‘મીઠો મુખવાસ (૧ કિગ્રા પેક્ડ)' નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ' જાહેર થયેલ. ઉપરાંત ‘પાનચૂરી મુખવાસ (૧ કિગ્રા પેક્ડ)' નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ' જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક દિપેશ અમળતલાલ નંદાને કુલ રૂા. ૭૦ હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન લાતી પ્લોટ ૬/૭, ગીતા પેટ્રોલ પંપ પાછળ, કુવાડવા રોડ, રાજકોટ મુકામે આવેલ ‘નેન્સી ગળહ ઉદ્યોગ' નામથી હિંગનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરતા સ્થળ પર અનહાઈજેનિક રીતે ખુલ્લામાં રાખેલ રો-મટિરિયલ તથા હિંગનો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળેલ, સદરહુ અંદાજીત ૧૧૦ કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ત્રણ નમૂના લેવામાં આવેલ.
મસાલાના ૧૬ નમુના લેવાયા
ફૂડ વિભાગની ટીમ દ્વારા મસાલાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કુલ ૧૬ નમૂના પરીક્ષણ અર્થે લેવામાં આવેલ.
જેમાં બાંધાની હિંગ (લુઝ) (ડાર્ક)- નેન્સી ગળહ ઉદ્યોગ, લાતી પ્લોટ ૬/૭, ગીતા પેટ્રોલ પંપ પાછળ, કુવાડવા રોડ, (૨) બાંધાની હિંગ (લુઝ) (લાઇટ)- નેન્સી ગળહ ઉદ્યોગ, લાતી પ્લોટ ૬/૭, ગીતા પેટ્રોલ પંપ પાછળ, કુવાડવા રોડ, (૩) ANNATTO SEEDS (LOOSE): નેન્સી ગળહ ઉદ્યોગ, લાતી પ્લોટ ૬/૭, ગીતા પેટ્રોલ પંપ પાછળ, કુવાડવા રોડ, (૪) મરચું પાઉડર (લુઝ):- મહાવીર મસાલા માર્કેટ (મંડપ), પ્લોટ નં.૧, ૧/એ તથા ૨/એ, રામનગર ૧ ના છેડે, પીડીએમ કોલેજ પાસે, ગોંડલ રોડ, (૫) હળદર પાઉડર (લુઝ):- મહાવીર મસાલા માર્કેટ (મંડપ), પ્લોટ નં.૧, ૧/એ તથા ૨/એ, રામનગર ૧ ના છેડે, પીડીએમ કોલેજ પાસે, ગોંડલ રોડ.
ઉપરાંત હળદર આખી (લુઝ)- નવરંગ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, જીરું (લુઝ): નવરંગ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, રાઈ (લુઝ)- જય જલિયાણ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, ધાણી (લુઝ)- જય જલિયાણ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, રાય આખી (લુઝ)- ગિરિરાજ સિઝન સ્ટોર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, મેથી આખી (લુઝ): સ્થળ- ગિરિરાજ સિઝન સ્ટોર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસેથી નમુના લેવામાં આવેલ.
સાથે જીરું (લુઝ)- ઉમિયા મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, હળદર આખી (લુઝ): - ઉમિયા મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, હળદર પાઉડર (લુઝ): સ્થળ- ખોડલ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, ધાણા પાઉડર (લુઝ)- ખોડલ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, રાઈ -આખી (લુઝ)- જલારામ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસેથી સેમ્પલ લેવાની કાર્યવાહી કરાઇ હતી.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ણભૂમી કોમ્પ્લેક્ષ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. દ્વારકાધીશ દાળપકવાન તથા પટેલ ગાંઠિયાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ
(5:23 PM IST)










