<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

સર્કિટ હાઉસની સામે વંડામાં ભીષણ આગ

કચરો સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા નાસભાગઃ ફાયરબ્રિગેડ સ્‍ટાફે આગ બુઝાવી

રાજકોટઃ શહેરના સર્કિટ હાઉસની સામે આવેલા વંડામાં આજે સવારે એકાએક આગ લાગતા નાસભાગ મચીગઇ હતી. ખુલ્લા મેદાનમાં સૂકા પાંદડા સહિતનો કચરો સળગતા ધુમાડાના ગોટેગોટા નિકળતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રીગેડ સ્‍ટાફ  એક ફાયર ફાયટર સાથે સ્‍થળપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:09 PM IST)