<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

સિંધી કોલોનીમાં બુલડોઝર ધણધણ્‍યુઃ ગેરકાયદે બાંધકામનો કડુસલો

જંકશન પ્‍લોટ રહેણાંક વિસ્‍તારમાં દબાણ હટાવી ૧૧૦૦ ચો.મી. જમીન ખુલ્લી : ટાઉનપ્‍લાનીંગ શાખાની કાર્યવાહી

રાજકોટ, તા. ૧૦ : મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા સેન્‍ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ અંદાજે ૧૧૦૦ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  નાયબ મ્‍યુનિસિપલ કમિશનર એચ. આર. પટેલની સૂચના અનુસાર તથા એડી. સીટી એન્‍જીનીયર એ.એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા તા.૦૯ ના રોજ શહેરના સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તાર પૈકી વોર્ડ નં.૩માં રેલનગર વિસ્‍તારમા રુદ્ર રેસીડેન્‍સીની સામે તથા જંક્‍શન પ્‍લોટ વિસ્‍તારમા સિંધી કોલોની રહેણાંકમા ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે ૧૧૦૦ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.

આ કામગીરીમાં ટાઉન પ્‍લાનીંગ શાખાના સેન્‍ટ્રલ ઝોનનો તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન સ્‍થાનિકે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે પ્ર.નગર પો.સ્‍ટે નો સ્‍ટાફ પણ સ્‍થળ પર હાજર રહેલ. (૯.૩૭)

 

(2:44 PM IST)