<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

૧૦ ગુનામાં સામેલ પોપટપરાના સલીમની ગેરકાયદે ઓફિસ, બે ઓરડી અને તબેલાનો પ્ર.નગર પોલીસે કડુસલો બોલાવ્‍યો

ગેરકાયદેસર વીજ કનેક્‍શન પણ કાપી નખાયું: ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈની સુચના અંતર્ગત પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં આસામાજિક તત્‍વો ગેરકાયદેસર બાંધકામો ખડકીને બેઠા હોઇ તેની સામે કાર્યવાહી કરવાની સૂચના અંતર્ગત વધુ એક વખત પ્ર.નગર પોલીસે વધુ એક આવી કામગીરી કરી છે. પોપટપરા-૧૫/૧૬ના ખુણે ં રહેતા અને ૧૦ જેટલા ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા સલીમ કાસમભાઈ માણેકે ગેરકાયદે ખડકી લીધેલી એક ઓફિસ, એક તબેલો અને બે ઓરડી પર પોલીસે બુલડોઝર ફેરવી જમીનદોસ્‍ત કરી દીધા હતાં. તેમજ અહિ એક ગેરકાયદે વિજકનેક્‍શન લેવાયુ હોઇ તે પણ કટ કરાવી નખાયું હતું.  કાયદો અને વ્‍યવસ્‍થાની પરીસ્‍થીતી જળવાય, લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોપટપરાના સલિમ વિરૂધ્‍ધ રાજકોટના અલગઅ લગ પોલીસ સ્‍ટેશનમાં આર્મ્‍સ એક્‍ટ, દારૂ, મારામારી સહિત ૧૦ ગુના નોંધાયો હતો. તેણે ગેરયકાદે મિલ્‍કતો ખડકી હોવાની માહિતીને આધારે પોલીસે પીજીવીસીએલ, મહાનગર પાલિકાના અધિકારી, સ્‍ટાફને સાથે રાખી આ કામગીરી કરી હતી.  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા તથા એસીપી પヘમિ રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવા અને તેમની ટીમે આ કામગીરી કરતાં લોકોના ટોળા આ કાર્યવાહી નિહાળવા એકઠા થયા હતાં.

(2:55 PM IST)