<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

વિદ્યાર્થી પરિષદ અદ્યતન કાર્યાલય બનાવશેઃ નિર્માણ સમિતિની રચના

વિજયભાઇની હાજરીમાં બેઠક મળીઃ સહયોગ મેળવવા સંપર્ક કરાશે

રાજકોટમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું નવું કાર્યાલય બનાવવા પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં પરિષદ સાથે સંકળાયેલા અગ્રણીઓની બેઠક મળેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૧૦: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્મિત કાર્યાલય નિર્માણ સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટીની મીટીંગ આજરોજ હેડગેવાર ભવન રાજકોટ ખાતે યોજાઇ હતી. પરિષદનું નવું કાર્યાલય શહેરની મધ્‍યમાં પંચનાથ પ્‍લોટ વિસ્‍તારમાં બનનાર છે. અભાવીપના પૂર્વ કાર્યકર્તાઓ દ્વારા ર વર્ષમાં કાર્ય પૂર્ણ કરવા નિર્ણય લેવામાં આવ્‍યો છે. નવા બાંધકામની જગ્‍યા નકકી થઇ ગઇ છે. તે સિવાઇ બાંધકામનાં રૂા. ર કરોડથી વધુ ખર્ચ અંદાજ છે.

પ્રોફેસર દુધરેજીયાએ બાંધકામની વિગતો અને ટેકનિકલ માહિતી રજૂ કરી હતી અને પૂર્વ વાઇસ ચાન્‍સેલર જીટીયુ શ્રી નવીનભાઇ શેઠે આર્થિક સહયોગમાં જૂના કાર્યાકર્તાઓની સંપર્ક યોજના અંગે માહિતી આપી હતી. પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જુના કાર્યકર્તાઓ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોનો વ્‍યાપક સંપર્ક અભિયાન કરી આ નવ નિર્માણ પામી રહેલ કાર્ય અંગે સૌને વાકેફ કરવા જણાવ્‍યું હતું. શ્રી તેજસભાઇ ભટ્ટી વિવિધ ક્ષેત્રના લોકો સાથે આ કાર્યોમાં જોડી અને નવનિર્માણ બિલ્‍ડીંગનું નિર્માણ કાર્ય શરૂ કરવા પરિષદના કોર કમિટીના સભ્‍યો આજથી જ આ અભિયાનમાં જોડાઇ અને પોતાનું તથા પોતાના દ્વારા અન્‍ય લોકોને આ નિર્માણ પામનાર કાર્યાલય માટે તન મન ધનથી સાથ સહકાર આપવા અપીલ કરી હતી આ બેઠકમાં માધવભાઇ દવે નેહલભાઇ શુકલા શ્રી રક્ષિતભાઇ કલોલા, શ્રી હિમાંશુભાઇ પારેખ (એડવોકેટ) અને પ્રોફેસર રવિસિંહ ઝાલા પ્રોફેસર નવીનભાઇ પટેલ સહિતના પરિષદના પૂર્વ અને વર્તમાન કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બાંધકામ સમિતિને માર્ગદર્શન કરવા માટે ડોકટર શ્રી સંજીવભાઇ ઓઝા અને શ્રી મહેશભાઇ જીવાણી તથા શ્રી મોહિતસિંહ પ્રદેશ કક્ષાએથી રાજકોટમાં આવશે.

(3:26 PM IST)