<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ગરમી મેં ઠંડી કા અહેસાસઃ બીઆરટીએસ રૂટની બસમાં કૂલર મુકાયા

હાલની હિટવેવ જેવી પરિસ્‍થિતિને અનુલક્ષીને મુસાફરો માટે ખાસ વ્‍યવસ્‍થા : જયમીન ઠાકરનો નિર્ણય

રાજકોટ, તા. ૧૦ : હાલની હિટવેવ જેવી ૫રિસ્‍થતિને અનુલક્ષીને દરેક બી.આર.ટી.એસ.બસ શેલ્‍ટર ખાતે તાત્‍કાલિક ઘોરણે કુલરની વ્‍યવસ્‍થા કરવામાં આવી.

આર.આર.એલ. તરફથી પ્રાપ્ત વિગતો મુજબ આ ટ્રેક પર ચાલતી બસો મારફત મુસાફરી કરતા પ્રતિદિવસ ૨૧,૦૦૦ થી પણ વધુ નાગરિકો આ પરિવહન સેવાનો લાભ મેળવી રહ્યા છે, જેમાં વરિષ્ઠ નાગરીકો, વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિતના નાગરિકોનો સમાવેશ થાય છે. આબાલવળધ્‍ધો દ્વારા આ બહોળી સંખ્‍યામાં થતા ઉપયોગને અનુલક્ષીને કુલ ૨૮ ઇલેક્‍ટ્રીક બસો દ્વારા દૈનિક કુલ ૪૪૧ ટ્રીપ કરવામાં આવી રહી છે.

અલગ-અલગ વિસ્‍તારમાંથી આવતા જતાં નાગરિકોની સુવિધા માટે ગોંડલ ચોકડીથી શરૂ થઇ માધાપર ચોકડી સુધીના આશરે ૧૧ કિ.મી. લંબાઇ ધરાવતા બી.આર.ટી.એસ. ટ્રેક પર મુખ્‍ય ચોકથી નજીકમાં જુદા-જુદા કુલ ૧૯ પીક-અપ અને ડ્રોપ પોઇન્‍ટ તરીકે સ્‍ટોપેજ માટે તેમજ નાગરિકોને બેસવા માટે વેઇટીંગ એરીયા તથા ટીકેટીંગ વિન્‍ડો સાથે ૧૯ બી.આર.ટી.એસ. શેલ્‍ટર આવેલ છે.

મહાનગરપાલિકા હસ્‍તકના રાજકોટ રાજપથ લિ. સંચાલિત જાહેર પરિવહન સેવાને પ્રોત્‍સાહન મળી રહે અને કાર્બન ઉત્‍સર્જનમાં ઘટાડા થકી પર્યાવરણને ચોક્કસપણે ફાયદો થાય તેવી આ લોકભોગ્‍ય યોજનાનો લાભ બહોળી સંખ્‍યામાં વરિષ્ઠ નાગરીકો, વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિતના નાગરિકો લઇ રહ્યા છે, જેમાં સીનીયર સીટીઝનો અને દિવ્‍યાંગો સહિતની જુદી-જુદી કેટેગરી માટે ગત વર્ષથી ફ્રી મુસાફરી યોજના અમલી બનાવેલ છે.

આ જ પ્રકારે નાગરિકોની સુવિધા માટે રાજકોટ મહાનગરપાલિકાની મધ્‍યસ્‍થ કચેરી ખાતે આવેલ સીવીક સેન્‍ટર અને આધાર કેન્‍દ્ર ખાતે બહોળી સંખ્‍યામાં આવતા અરજદારોને તડકાથી રક્ષણ માટે તાજેતરમાંજ શેડ અને બેસવા માટે બાંકડા સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે, એ પણ અત્રે ઉલ્લેખનીય છે.

વધુમાં લાંબી કતારથી મુક્‍તિ માટે બજેટ યોજના અંતર્ગત ૧૮ નવા આધાર નોંધણી કેન્‍દ્રો પણ તાજેતરમાં કાર્યરત કરવામાં આવેલ છે. એ.સી. ઇલેક્‍ટ્રીક બસમાં મુસાફરી દરમ્‍યાન ગરમીથી રાહત વચ્‍ચે બી.આર.ટી.એસ. ટ્રેક પર બસ આવવાની રાહ જોઇ રહેલ તમામ મુસાફરોને હાલની હિટવેવ જેવી પરિસ્‍થિતિમાં ગરમીથી રક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી સ્‍ટે.કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર એ ઉપરોક્‍ત તમામ ૧૯ બી.આર.ટી.એસ. શેલ્‍ટર (બસ સ્‍ટોપ) ખાતે બે-બે મળી કુલ ૩૮ કુલરની વ્‍યસ્‍થા તાત્‍કાલિક કરાવી, ફરી એક વખત તેમની નાગરિકો પ્રત્‍યેની સંવેદનશિલતા સાથે ત્‍વરિત નિર્ણય શકિતનો પરિચય કરાવેલ છે. (૯.૩પ)

(3:26 PM IST)