News of Thursday, 10th April 2025
રાજકોટ દાઉદી બોહરા સમાજ દ્વારા પૂ.જીગ્નેશ દાદાનું શાલ ઓઢાડીને સન્માનઃ ‘પ્રોજેક્ટ રાઈઝ' બૂક અર્પણ

રાજકોટઃ પૂ.જીગ્નેશ દાદા રાજકોટ કથા માટે પધારેલ હતા. ત્યારે રાજકોટ દાઉદી બહોરા સમાજ દ્વારા શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું. દાઉદી બહોરા સમાજ દ્વારા ‘‘પ્રોજેક્ટ રાઈઝ''ની બૂક અર્પણ કરેલ હતી અને બૂકમાં સમાજ દ્વારા થતી પ્રવૃતિ જાણી ઘણા જ ખુશ થયેલ, આ પ્રસંગે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂનું શાલ ઓઢાડીને સન્માન કરેલું હતું. આ પ્રસંગે યુસુફભાઈ જોહર કાર્ડસવાળા, શાકીરભાઈ કાચવાલા, હસનૈનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
(3:30 PM IST)










