<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

રાજકોટમાં ગરમીનું ઓરેન્‍જ એલર્ટઃ મનપા-ટ્રાફીક બ્રાન્‍ચ વચ્‍ચે ટ્રાફીક સિગ્નલ અંગે ખોઃ હિટવેવમાં શેકાતા લોકો

હાલ બપોરે ૨:૩૦ થી ૪ સિગ્નલ બંધ રાખવામાં આવે છે ઉનાળામાં બપોરે ૧ થી ૫ સિગ્નલનું સંચાલન બંધ હોવું જોઇએઃ લોકમુખે ચર્ચા

રાજકોટઃ શહેરમાં અંગ દઝાડતી ગરમી અને ઓરેન્‍જ એલર્ટ વચ્‍ચે ટ્રાફિક પોલીસ અને આરએમસીની  ખો વચ્‍ચે લોકો પરેશાન થઇ રહ્યા છે હાલમાં ર થી ૪:૩૦ વાગ્‍યા સુધી સીગ્નલ બંધનો નિર્ણય છે. જયારે ઓરેન્‍જ એલર્ટ હોય બપોરના ૧ થી પ વાગ્‍યા સુધી સિગ્નલો બંધ રાખવા જોઇએની લોકમુખે ચર્ચા ઉઠી છે.  બે તંત્ર વચ્‍ચેની ખો ના કારણે લોકો હિટવેવ સહન કરી રહ્યા છે અને સિગ્નલમાં હેરાન થઇ રહ્યા છે. ધોમધખતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર કોઇ હીટવેવનો ભોગ બને તો જવાબદાર કોણ ? તેવું પણ ચર્ચાય રહ્યું છે.

(4:05 PM IST)