<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

રાત્રે પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમમાં ‘આવો રે આવો મહાવીર નામ લઈએ' ભક્‍તિ સંગીત

જૈન વિઝન દ્વારા સતત ૧૨માં વર્ષે પ્રભુ મહાવીર સ્‍વામી જન્‍મકલ્‍યાણક મહોત્‍સવની ઉજવણી ૬ સેવાભાવી અગ્રણીઓનું સન્‍માન : કાર્યક્રમમાં હાજરી આપનારને લક્કી ડ્રોમાં સુવર્ણ મુદ્રા, ચાંદીની ગીની અને બાળકોને સાઈકલ જીતવાની તક

રાજકોટ, તા. ૧૦ :  સામાજિક સંસ્‍થા જૈન વિઝન દ્વારા મહાવીર જયંતીના ઉપલક્ષીમાં વર્ષોથી યોજાતા ભક્‍તિમય લોકપ્રિય કાર્યક્રમ આવો રે આવો મહાવીર નામ લઈએ નું આ વખતે પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં સમાજના છ સેવાભાવી અગ્રણીઓનું જૈન વિઝન દ્વારા અભિવાદન પણ કરવામાં આવશે.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના જણાવ્‍યા અનુસાર દર વર્ષની જેમ આ વરસે પણ કાર્યક્રમોની હારમાળા સર્જવામાં આવી છે. જૈન સમાજના ચારેય ફિરકાઓનો અતિ લોકપ્રિય ભક્‍તિ સંગીતનો કાર્યક્રમ  આવો રે આવો મહાવીર નામ લઈએ નું અનોખું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ આજે ૧૦ મી એ રૈયા રોડ પર પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમમાં રાત્રે ૮.૩૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં મુંબઈ અને અમદાવાદના શ્રેષ્ઠ સિંગરો ભક્‍તિરસ પીરસશે.

આ કાર્યક્રમમાં હાજરી આપનારા માટે લક્કી ડ્રો રાખવામાં આવ્‍યો છે અને તેમાં વિજેતા થનારને સુવર્ણ મુદ્રા, ચાંદીની ગીની અને નાના બાળકોને સાઈકલ જેવા ઇનામો રાખવામાં આવ્‍યા છે.

આ ભક્‍તિ સંગીત સંધ્‍યામાં  રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્‍થિત રહેશે આ કાર્યક્રમનું ઉદઘાટન મહાવીર સેવા ટ્રસ્‍ટના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ અને  જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી ના હસ્‍તે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન પદે ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, જૈન અગ્રણીઓ પ્રવીણભાઈ કોઠારી, દિનેશભાઈ પારેખ અને ગીરીશભાઈ ખારા ઉપરાંત સદર સ્‍થાનકવાસી જૈન સંઘના પ્રમુખ કિશોરભાઈ દોશી, મોડર્ન ગ્રુપના મુકેશભાઈ દોશી, બિલ્‍ડર પપ્‍પુભાઈ મહેતા અને કેતનભાઇ શેઠ, જેડીઝ આઈકેરવાળા જસ્‍મીનભાઇ ધોળકિયા, દોશી ઇલેક્‍ટ્રોનિક્‍સના કિશોરભાઈ દોશી,સાહિત્‍યકાર મનોજભાઈ ડેલીવાળા, સહકારી અગ્રણી નલીનભાઈ વસા , એડવોકેટ પિયુષભાઈ શાહ, વિસામણ ગ્‍લોબલ સેલ્‍સના મિતુલભાઈ વસા, જૈન અગ્રણી અપૂર્વભાઈ મણીયાર, રાજકોટ જીતોના ચેરમેન હેમલભાઈ શાહ,જૈન અગ્રણી પ્રતાપભાઈ વોરા અને એ કેયુરભાઈ વોરા ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમ માટે મુખ્‍ય સહયોગ માતળશ્રી ઇન્‍દિરાબેન અનંતરાય કામદાર (હસ્‍તે રાજેશભાઈ અને નીતિનભાઈ), માતળશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેનાણી (હસ્‍તે ધારાબેન જીતુભાઈ બેનાણી),

 ઋષભ ચંદ્રકાન્‍તભાઈ શેઠ અને સુગંધાબેન ઓમકાર મલજી જૈન (હસ્‍તે અજીતભાઈ જૈન )તથા ગુજરાત સ્‍કુલ ઓફ એક્‍સલન્‍સ દ્વારા પ્રાપ્ત થયો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી, ભરત દોશી, અજીત જૈન, ગિરીશ મહેતા, મહેશભાઈ મણીયાર, દીપક કોઠારી, હેમલ મહેતા, ધ્રુમિલ પારેખ, અખિલ શાહ, વિપુલ મહેતા, સચિન વોરા, નિલેશ તુરખીયા, યોગીન દોશી, નીલ મહેતા, નીરવ મહેતા, તુષાર પતિરા, પરેશ દફ્‌તરી, ગૌરવ દોશી, ધવલ મહેતા, મનીષ પારેખ, હિતેશ દેસાઈ, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, હિમાંશુ પારેખ, સંજય મહેતા, ડો. હાર્દિક શાહ, કેતન સંઘવી, જય મહેતા, પ્રદીપ ગોસલીયા, ડો.દેવેન કોઠારી, દેવાંગ ખજુરીયા અને ભાવેશ પારેખ વગેરે જહેમત ઉઠાવી છે.

સન્‍માન થનારનો  પરિચય

જીતુભાઈ બેનાણી

મૂળ ગોંડલના વતની અને હરકિશનભાઈ તથા રમીલાબેન બેનાણીના પનોતા પુત્ર જીતુભાઈ બેનાણી આજે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં જૈન સમાજના ભામાશા તરીકે ઓળખાય છે.

૧૯૮૦ માં ગોંડલ છોડીને રાજકોટને કર્મભૂમિ બનાવી છે.

ઇન્‍દુભાઇ બદાણી 

પોતાના વતનથી સાત સમંદર દુર રહેતા હોવા છતાં વતન પ્રત્‍યેનું ઋણ ચુકવવામાં  હંમેશા અગ્રેસર રહેતા અને ભામાશા તરીકે જાણીતા ઇન્‍દુભાઇ ભીમજીભાઈ બદાણીનું નામ સમાજમાં આદરપૂર્વક લેવાય છે.  રાજકોટમાં આવેલા સદર સંઘમાં  ઇન્‍દુભાઇનાં યોગદાનથી આજીવન કાયમી ચોવિહાર હાઉસ અને વૈયા વચ્‍ચ ખાતું ચાલી રહ્યું છે.

રશ્‍મીકાન્‍ત મોદી

શિક્ષણનાં ગુરુ તરીકે જાણિતા રશ્‍મિકાંત મોદીનું નામ શૈક્ષણિક જગતમાં ભારે આદર સાથે લેવાય છે. તેઓ માત્ર મોદી સ્‍કુલ્‍સનાં મેનેજીંગ ટ્રસ્‍ટી જ નથી પણ નવી પેઢીના પથદર્શક પણ છે.

અપૂલભાઈ દોશી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના ડાયાબિટીસ બાળકો માટે બે દાયકાથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન ડાયાબીટીસ બાળકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. અપુલભાઈ દોશી અને અન્‍ય સેવાભાવી લોકો આ સંસ્‍થાનું સંચાલન કરે છે. આ સંસ્‍થામાં ટાઈપ વન ડાયાબિટીસથી પીડિત અત્‍યારે ૨૦૦૦ બાળકો છે. જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશનને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે.

મયુરભાઈ શાહ

જૈન શ્રેષ્ઠી મયુરભાઈ શાહને સેવાના પર્યાય કહેવા જરા પણ અતિશયોક્‍તિ નથી કારણ કે રાજકોટમાં સેવાની કોઈ પણ પ્રવળત્તિ હોય તેમની પ્રત્‍યક્ષ કે પરોક્ષ ભૂમિકા હોવાની જ મયુરભાઈ પરગજુ સ્‍વભાવ ધરાવે છે એટલે સેવાના સંસ્‍કાર તેમને બાળપણથી જ મળ્‍યા છે.

સુનિલભાઈ કોઠારી

જેમણે સમાજસેવાનું જ પ્રણ લીધું હોય તેમને સેવાના સારથી કે પછી સેવાના ભેખધારી પણ કહી શકાય. સુનિલભાઈ કોઠારી એક એવી વ્‍યક્‍તિ છે જેમણે જીવનના પાંચ દાયકા કરતા પણ વધુ સમય સમાજ માટે ખર્ચી નાખ્‍યો છે.

રાજકોટમાં સરગમ કલબ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ જેવી સંસ્‍થામાં વરસો સુધી સેવા આપનાર સુનીલભાઈએ પંચવટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં પણ સેવા આપી છે. (૯.૩૮)

(3:53 PM IST)