News of Thursday, 10th April 2025
દેશ-વિદેશના કરોડો હિન્દુઓના દિલ-દિમાગમાં બિરાજતા સતત જાગતા કષ્ટમોચન અને રક્ષક દેવ શ્રી હનુમાનજીના ભુમિ અવતરણની અતિ રસપ્રદ ભવ્ય ઝાંખી - તખુભા રાઠોડ
દેશ સિવાય વિદેશમાં ઈન્ડોનેશીયા, ફીઝી, સુરીનામ, મોરીશિયસ જેવા દેશમાં શ્રી હનુમાનજીના ફોટો વાળી ટીકીટો અને વિવિધ મેટલના સિકકા બહાર પાડવામાં આવેલ : આ દેશોમાં હનુમાનજી અને રામાયણની કૃતિઓ પણ રાજમાર્ગો પર જોવા મળે છે : ધાર્મિક ગ્રંથોના મતે શ્રી હનુમાનજી સંપૂર્ણ જ્ઞાની બનવા સૂર્યદેવની સુપુત્રી સવર્ચલા સાથે લગ્નથી બંધાયેલા તેમ છતા તેઓ અખંડ બ્રહ્મચારી રહેલઃ શ્રી હનુમાનજીના લગ્ન આંધ્રપ્રદેશના ખમ્મમ ગામે એક વિશાળ મંદિરમાં થયેલઃ જે પ્રાચીન મંદિર આજે પણ હયાત છે, ત્યાના લોકો હનુમાનજીની લગ્નતિથીની ઉજવણી પણ કરે છે અખંડ ભારત ભુમિના સાત ચિરંજીવીઓમાં જેમનો સમાવેશ થયેલ છે એવા અનંત રામ ભકત વિર હનુમાનનું ધર્મ શાષામાં ઉલ્લેખ મુજબ ચૈત્રી સુદ પુનમના શુભ દિવસે ભારતની અતિ પવિત્ર ભુમી ઉપર અવતરણ થયેલ જાણકારોના મતે સુરેન્દ્રનગર શહેરમાં શ્રી હનુમાન દાદાની નાની મોટી ડેરીઓ અને મંદિરો છે, તેટલા દેશના અન્ય કોઇ શહેરમાં જોવા મળતા નથી ! વેદોમાં રામાયણમાં અને ધર્મગ્રંથમાં હનુમાનને દેવ નહી પણ રામભકત ગણાવેલ છેઃ ધાર્મિક બાબતોના અભ્યાસુઓ જણાવે છે કે શ્રી હનુમાનજીને દેવ તરીકે પુજા કરવાનો આરંભ ઈ.સ. ૭૦૦ની આસપાસ થયેલ : શ્રી હનુમાનજીની અતિ પ્રાચીન મુર્તિ યુ.પી.ના ઝાંસી નજીકના ગામ દેવગઢથી મળેલ છે અને તે લાલ પથ્થરની હતીઃ મુર્તિ ઈ.સ. ૫૦૦ પછીની હોવાનું અનુમાન છે, ત્યારથી શ્રી હનુમાનજી દેવ તરીકે પુજાતા હોવાનું માનવામાં આવે છે અતિ જ્ઞાન, પ્રચંડ શકિત, તીવ્ર બુધ્ધિ અને અતિ સાહસનો ભવ્ય સંગમ છે હનુમાનજી ; ઋષિ મુનીએ લીલા વર્ણન ઉપરથી લખાયેલ અદભૂત અને ભવ્ય ગ્રંથનું નામ સુંદરકાંડ આપેલ છે અતિ જ્ઞાન, પ્રચંડ શકિત, તીવ્ર બુધ્ધિ અને અતિ સાહસનો ભવ્ય સંગમ છે હનુમાનજી ; ઋષિ મુનીએ લીલા વર્ણન ઉપરથી લખાયેલ અદભૂત અને ભવ્ય ગ્રંથનું નામ સુંદરકાંડ આપેલ છે હનુમાનજીના જન્મ સ્થળ અંગે દેશના અનેક રાજ્યની પ્રજા હનુમાનજી પોતાના દેશમાં જનમ્યાનો દાવો કરે છેઃ જેમાં આપણા ગુજરાતનો ડાંગ જીલ્લો પણ દાવેદાર છેઃ સૌથી મજબુત દાવેદાર આંધ્ર અને કર્ણાટક રાજ્ય છે : આ વિવાદ ઉકેલવા માટે કર્ણાટક સરકારે વૈદિક તજજ્ઞની કમીટીની રચના કરી છે હિન્દુ ધર્મના અતિ પુરાણા ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ ભગવાન શિવ એમના ૧૧ માં રૂદ્રરૂપમાં વાનર સ્વરૂપે અવતરેલા જેને જગતના હિન્દુઓ શ્રી હનુમાનજી સ્વરૂપે અતિ પ્રેમ-ભાવથી પુજે છે

આ વખતે હનુમાન જયંતિ શનીવારે હોવાથી હનુમાન ભકતોમાં જયંતિની ઉજવણી કરવા અતિ અનેરો આનંદ અને ઉત્સાહ પ્રવર્તે છે. સમગ્ર ભારતના સનાતન ધર્મમાં જેમના નામ, કામ, બુધ્ધિ, શકિતનો મહિમા અપરંપાર છે, રામ ભકત અજર અમર છે તા. ૧ર ને શનિવારે તેમનો શુભ અવતરણ દિવસ છે. જન્મ સ્થળ અંગે દેશમાં વિવિધ મતો છે, અનેક લોકવાયકા છે. પણ જન્મ દિવસ અંગે એકસુત્રતા છે. સમગ્ર હિન્દુના કષ્ટભંજન હનુમાનજીનો જન્મ ચૈત્રસુદ પુનમના દિવસે થયાનો શાષાોમાં ઉલ્લેખ છે.
ચૈત્ર સુદ પુનમના દિવસે સમગ્ર ભારતમાં નાના ગામડાથી મોટા શહેરમાં હનુમાન દાદાનો જન્મ દિવસ ખુબ જ ભાવ, શ્રધ્ધા, અને ઉત્સાહપૂર્વક જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે.
સંકટ મોચન અને જાગતા દેવ હનુમાનજી અને ભગવાન રામની કથા અંગે ભારતભરના વિવિધ જ્ઞાતિ અને જાતિના લોકો ખુબ જ જાણકાર છે. વિવિધ સંતોના ધર્મના જ્ઞાન અંગેના પુસ્તકોમાં શ્રી હનુમાનજીની શકિત, શ્રધ્ધા, જ્ઞાન અંગે અદુભત અને જાણવા જેવું વર્ણન થયું છે. હનુમાનજી અતિ વિદ્વાન અને અતિ શક્તિશાળી અને બુધ્ધિશાળી હતા જેને કારણે ભગવાન રામની જેમ તેમનું નામ પણ લોકોના અંતરમાં વસેલું છે. તેઓએ શક્તિ અને બુધ્ધિથી રામના જે કાર્યો કરેલ છે તેની ધર્મ શાષાોએ અમર નોંધ લીધી છે.
સુગ્રીવજીએ હનુમાનજીની શકિત સમજણ અને બુધ્ધિથી આકર્ષાય તેમના મંત્રી મંડળમાં આગવું સ્થાન આપેલ. વાલી વધના કારણે અંગદ સુગ્રીવનો જાની દુશ્મન બની ગયેલ અને સુગ્રીવ અને તેની સતાને ખતમ કરવા તૈયાર થયેલ. આવા અતિ વિકટ સમયે શ્રી હનુમાનજીએ શાંતી અને બુધ્ધિથી અંગદને શાંત કરી શાંતી સ્થાપેલ.
સુંદરકાંડમાં જે હનુમાનજીની લીલા છે તે પ્રભુ અને તપસ્વી મુનીઓને અતિ સુંદર લાગે જેને કારણે ઘર ઘર થતા આ પાઠનું નામ સુંદર કાંડ રખાયેલું છે.
માતા સીતાની શોધમાં હનુમાનજી લંકાના રાવણની ભવ્ય અશોક વાટીકામાં પહોંચે છે. અહીં સીતા માતાને પોતે રામદુત છે એવો વિશ્વાસ અપાવવા બાગના એક વિશાળ ઝાડ પછવાડે છુપાઈને માતાજી સાંભળે તેમ રઘુરાજ અને રાજા દથરથના ગુણ ગાન ગાય છે. આ બુધ્ધિ ગમ્ય વહેવારથી શ્રી હનુમાનજીએ સીતા માતાનો વિશ્વાસ હાંસલ કર્યો હતો.
ભગવાન શીવ એમના ૧૧ માં રૂદ્ર રૂપે વાનર બની અવતરેલા જેને જગત હનુમાનજી તરીકે પુજે છે.
સમગ્ર ભારતમાં એક પ્રચલીત લોકવાયકા છે કે જે જગ્યાએ રામકથા, રામધુન, રામભક્તિ થતી હોય ત્યાં હનુમાનજીની ગુપ્ત રીતે અવશ્ય હાજરી હોય છે અને ભગવાન રામના ગુણગાન સાંભળે છે. શ્રી રામે હનુમાનજીને વચન આપેલ કે જયાં સુધી પળથ્વી લોક ઉપર રામભકિત થતી રહેશે ત્યાં સુધી હનુમાનજી વિદ્યમાન રહેશે અને હનુમાનજીની કિર્તિ અનંત રહેશે.
હનુમાનજી આજીવન બ્રહ્મચારી હતાં તેમ છતાં તેમના લગ્ન પૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરવા થયાનો વિવિધ શાષાોમાં ઉલ્લેખ છે. હનુમાનજીએ સૂર્યદેવને ગુરૂ સ્થાપેલ અને તેમની પાસેથી ૯ પ્રકારની અતી દિવ્ય ભકિત અને શક્તિ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરેલ. જેમાંથી સૂર્યદેવના ભ્રમર સાથે પાંચ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી લીધેલ. સુંર્યે દેવ ભગવાનના કથન મુજબ બાકીના ચાર પ્રકારની વિદ્યા જ્ઞાન માત્ર તેઓ વિવાહીત વ્યકિતને જ આપી શકે છે. જેથી હનુમાનજીને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા દિવ્ય ભગવાને સુચન કરેલ કે તેઓ લગ્ન કરી લ્યે અને હનુમાનજીએ પૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ માટે સુર્યદેવની અતિ તેજસ્વી પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કરેલા અને હનુમાનજીએ સુર્યદેવ પાસેથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરેલ. તેમ છતાં પણ શાષાોના જણાવ્યા મુજબ હનુમાનજી અને સુવર્ચલા આજીવન શુધ્ધ બ્રહ્મચારી રહેલ. ધાર્મીક ઈતિહાસકારોના મતે શ્રી હનુમાનજીના લગ્ન આધ્રપ્રદેશના ખમ્મમ ગામે એક વિશાળ મંદિરમાં થયેલા જે પ્રાચીન મંદિર આજપણ હયાત છે. અહીં ભગવાનના લગ્ન મહોત્સવની તીથી ઉજવવામાં આવે છે.
આપણો દેશ સદીઓથી સનાતન હિંદુ ધર્મ અને તેની સંસ્કળતિના અતિ મજબુત પાયા પર ઉભો છે. દેશ અને ધર્મ ઉપર અનેક ધાર્મિક ઝનૂની તાકાતવર હુમલા પછી પણ દેશની હિંદુ સંસ્કળતિ અને સનાતન ધર્મ અનંતને અડગ છે.
વિવિધ જન આંદોલન બાદ અતિ લાંબાગાળાની અદાલતની પ્રક્રિયા બાદ શ્રીરામ જન્મભૂમિના પ્રશ્ને સુખદ અંત આવેલ છે. ત્યાં રામ ભકત શ્રી હનુમાનજીના જન્મ સ્થળ અંગે બે રાજ્ય વચ્ચે મતભેદ અને વિવાદે જોર પકડયું છે. એવું સમાચાર માધ્યમ મારફત જાણવા મળ્યું છે.
હનુમાનજીના ભકતો દાદાને સતત જાગતા અને ભય રક્ષક દેવ તરીકે પુજે છે. સમગ્ર દેશમાં દરેક ગામ અને શહેરોમાં શ્રી હનુમાનજી દાદાની ડેરી, મંદિર અચુક જોવા મળે છે. જાણકારોના મતે સુરેન્દ્રનગર શહેરમાં શ્રી હનુમાન દાદાની નાની મોટી દેરીઓ અને મંદિરો છે, તેટલા દેશના અન્ય કોઇ શહેરમાં જોવા મળશે નહી.
સમગ્ર દેશમાં અને વિદેશમાં રહેતા કરોડો ધર્મ પ્રેમીઓ શ્રી હનુમાનજી દાદાની અનંત શ્રદ્ધા સહ ભકિત કરે છે.
આ અગાઉ શ્રી હનુમાનજી પુરૂષ હતા કે વાનર, કુંવારા હતા કે પરણીત હતા એવો વિવાદ ચાલેલ. તાજેતરમાં શ્રી હનુમાનજીના જન્મ સ્થળ અંગે કર્ણાટક અને આંધ્રપ્રદેશના હનુમાન ભકતો વચ્ચે ઉગ્ર વિવાદ ઉભો થયો છે.
કર્ણાટક રાજ્યનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્મ રાજ્યના ગોકર્ણ ખાતે થયેલ. સામે આંધ્ર પ્રદેશનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્મ તિરૂપતીની સાત પહાડીઓ પૈકી એક અંજના નામની પહાડીમાં થયેલ. જેથી તિરૂપતી દેવસ્થાને એક નિષ્ણાંતોની વૈદીક સમિતિની રચના કરી જન્મ સ્થળ અંગે અહેવાલ આપવા જણાવેલ છે. દેશના અલગ અલગ ભાષાના પૌરાણિક ગ્રંથોમાં શ્રી હનુમાનજીના જન્મ સ્થળ અંગે અલગ અલગ વર્ણનો છે. જેથી દેશના અનેક રાજ્ય શ્રી હનુમાનજીનો જન્મ પોતાના રાજ્યમાં થયો હોવાના દાવા કરે છે. વિવિધ રાજ્યમાં શ્રી હનુમાનજી અનેક નામો જેવા કે પવનપુત્ર, બજરંગ, કેસરીનંદન અને મારૂત તરીકે પુજાય છે. મધ્ય પ્રદેશના એક પ્રાંતના કોક્રુસ જાતીના લોકો દ્રઢપણે માને છે કે અમો હનુમાનજીના વંશજ છીએ. હનુમાનજીના જન્મ અંગે દેશના વિવિધ ભાગોમાં અનેક કથાઓ અને દંતકથાઓ સાંભળવા મળે છે.
મધ્યપ્રદેશના કોકુસ નામની જાતીના લોકો દ્રઢતાથી જણાવે છે કે વર્તમાન રાંચી જીલ્લાના અંજન નામના ગામમા ંજ હનુમાનજીનો જન્મ થયેલ, તો કર્ણાટકની પ્રજા એવો દાવો કરે છે કે શ્રી હનુમાનજીનો જન્મ વૈધારીના હામ્પી નામના ગામમાં થયેલ છે. ગુજરાતના ડાંગ જીલ્લાના આદિવાસીઓનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્મ અહીંની એક ગુફામાં થયેલ છે. આ ગુફા અંજની ગુફા નામે ખૂબજ જાણીતી છે. આમ શ્રી હનુમાનજીના જન્મ સ્થળ અને નામો અંગે અનેક લોકવાયકા ચાલે છે. શ્રી હનુમાનજીના નામ અંગે અને જન્મ બાબતે અનેક ધાર્મિક ગ્રંથોમાં વિવિધ કથાઓ છે.
હનુમાનજીનો જન્મ વાયુદેવ અને વાનર માતા અંજનીના સંગાથથી થયેલ છે. રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે મહાયજ્ઞ કરાવેલ અને આ યજ્ઞમાં ઋષીએ અગ્નિદેવ પાસેથી જે પ્રસાદ મળવેલ અને આ પ્રસાદ ત્રણે રાણીઓને વહેંચી આપેલ. તે પૈકી રાણી કૈકેયીના ભાગનો પ્રસાદનો પડીયો સમડી પગથી ઉપાડી ગયેલ અને આ પ્રસાદને પડીયો સમડીના પગમાંથી છુટી જતા એક પર્વત ઉપર પડેલ ત્યા અંજની તપમાં હતી અને વાયદેવે આ પ્રસાદ ઝીલીને અંજનીને આપેલ. અંજનીએ આ પ્રસાદ આરોગતા તેમને જે પુત્ર જન્મેલ તે હનુમાન છે. હનુમાનજીના નામ અંગે પણ વિવિધ ધર્મગ્રંથમાં અનેક કથા છે. મારૂતી એટલે કે એ પવનની ઝડપે ઉડી શકતા જેથી તેને પવનપુત્ર ગણાય છે. મુળ નામ વ્રજંગ હતું, એનો એવો અર્થ થાય કે અતિ મજબુત અંગ ધારણ કરનાર અને આ નામ સમય જતા બજરંગ થઈ ગયેલ. હનુમાન નામ એટલા માટે પડયું છે કે એમનું ડાબું હનુ એટલે કે જડબું ભાંગી ગયેલ, એટલે શ્રી હનુમાનના અનેક નામોમાં રામભકત નામ ખૂબજ પ્રચલીત છે. આ અંગેની કથા લાંબી અને જાણીતી છે. વેદોમાં રામાયણમાં અને ધર્મગ્રંથમાં હનુમાનને દેવ નહી પણ રામભકત ગણાવેલ છે. ધાર્મિક બાબતોના અભ્યાસુઓ જણાવે છે કે શ્રી હનુમાનજીને દેવ તરીકે પુજા કરવાનો આરંભ ઈ.સ. ૭૦૦ની આસપાસ થયેલ છે. શ્રી હનુમાનજીની અતિ પ્રાચીન મુર્તિ યુ.પી.ના ઝાંસી નજીકના ગામ દેવગઢથી મળેલ છે. લાલ પથ્થરની હતી. મુર્તિ ઈ.સ. ૫૦૦ પછીની હોવાનું અનુમાન છે, જેથી શ્રી હનુમાનજીને ત્યારથી દેવ તરીકે પુજાતા હોવાનું મનાય છે. દેશ સિવાય વિદેશમાં ઈન્ડોનેશીયા, ફીઝી, સુરીનામ, મોરીશિયસ જેવા દેશમાં શ્રી હનુમાનજીના ફોટો વાળી ટીકીટો અને વિવિધ મેટલના સિકકા બહાર પાડવામાં આવેલ. જાણકારોનું એવું માનવું છે કે હજારો વર્ષ પહેલા ભારતીય સાહસિકો આ દેશમાં વેપાર માટે ગયા હશે તે સમયે હિંમત અને ડર દુર કરવા શ્રી હનુમાનજીની સ્મળતિ સાથે લઈ ગયા હશે. જેથી પરદેશમાં પણ હનુમાન દાદા જાણીતા બન્યા હશે. ટુંકમાં આપણા કષ્ટભંજન હનુમાન દાદા દેશ-વિદેશમાં વંદનીય અને પૂજનીય તો છે જ.
શ્રી હનુમાનજી અતિ બળવાન હતા, સાથોસાથ અતિ બુદ્ધીશાળી અને વિશાળ દ્રષ્ટિ વાળા હતા. શ્રી રામ લંકા વિજય બાદ અયોધ્યામાં વિજય ઉત્સવની ઉજવણીમાં હીરા, ઝવેરાત ઈનામ રૂપે વિતરણ કરતા હતા ત્યારે શ્રી રામે હનુમાનજીને પૂછેલ તમને ભેટમાં શું આપું? તે સમયે શ્રી હનુમાનજીએ જણાવેલ કે પળથ્વી ઉપર જ્યાં સુધી રામ નામના જપ જપાતાં રહે તે એક એક જપ હું સાંભળતો રહું, આ વચન મેળવી શ્રી હનુમાનજી અમર બની ગયા.

(5:47 PM IST)










