<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

સુખના સાધનો છતાં મન વ્‍યગ્ર કેમ ? સંસ્‍કારોનું સ્‍તર કેમ ઉતરતું જાય છે ? અનેક વિચારોના જવાબ મળશે રવિવારે નિઃશુલ્‍ક કાર્યક્રમમાં

એક પગલું આનંદ તરફઃ સત્‍યેન્‍દ્ર તિવારીનો અનોખો સંવાદ કાર્યક્રમ

રાજકોટઃ સુખના વધુને વધુ સાધનો પ્રાપ્‍ત  થતાં જાય છે, છતાં મન વ્‍યગ્ર કેમ રહે છે ? આપણી રહેણી કરણીનું સ્‍તર ઊંચું થતું જાય છે, છતાં સંસ્‍કારોનું સ્‍તર કેમ ઉતરતું દેખાય છે ? સોશ્‍યિલ મીડિયામાં અનેક મિત્રો છતાં આપણે કેમ એકલા પડતા જઇએ છીએ ? આવા અનેક વિચારોનું વલોણું આપણા મનમાં રોજ વલોવાય છે. પણ એનું કોઇ પરિણામ આવતું નથી. રાજકોટમાં એક અનન્‍ય સંવાદ કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે એમાં અનેક પ્રશ્‍નોના જવાબ મળશે.

શ્રી રવિકુમાર ભારદીયા ફાઉન્‍ડેશન દ્વારા આયોજિત ‘‘એક પગલું- આનંદ તરફ..'' નામનો ખાસ કાર્યક્રમ રૈયા રોડ પરના પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમમાં તા. ૧૩ ના રવિવારે સાંજે સાડા ચાર વાગ્‍યાથી યોજવા જઇ રહ્યો છે જીવનના સંઘર્ષો, ચિંતા, વ્‍યાધી, ઉપાધિમાંથી મુકત થઇને અ ાનંદ તરફ જવા ઇચ્‍છતા લોકો માટે આ કાર્યક્રમમાં નિઃશુલ્‍ક છે. આ સંવાદ કાર્યક્રમના સંયોજક તરીકે રાજેશભાઇ અગ્રવાલ (મો. ૯૮૨૪૦ ૮૮૧૯૯) જહેમત ઉઠાવી રહ્યા છે.

યુવાનો, માતા-પિતા, વિદ્યાર્થીઓ અને તમામ વયના લોકો માટે નવી દિશા ચીંધતો બની રહેવાનો છે. જેમાં મુખ્‍ય સંવાદકર્તા-પ્રવકતા રાજકોટના એડવોકેટ, લેખક અને કાઉન્‍સેલર સત્‍યેન્‍દ્ર તિવારી રહેશે. તેઓ વર્ષોથી કાઉન્‍સેલિંગની કામગીરી કરી રહ્યા છે અને એનક લોકોના માર્ગદર્શક બની રહ્યા છે.

આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે અમૃતલાલ ભારદીયા-રવિ ટેકનોફોર્જ અને ફુલછાબના પૂર્વતંત્રી  કૌશિક મહેતા સંવાદ સંચાલક તરીકે રહેશે. આમંત્રિત મહેમાનો તરીકે જાણિતા ફિઝીશિયન ડો. કમલ પરીખ, સૌરાષ્‍ટ્ર કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડટ્રીઝના ચેરમેન નલિન ઝવેરી, ફૂલછાબના જનરલ મેનેજર નરેન્‍દ્ર ઝીબા અને વિદ્યાનિકેતન સ્‍કૂલના સ્‍થાપક વિમલ કપૂર ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં સત્‍યેન્‍દ્ર તીવારી, રાજુભાઇ અગ્રવાલ, સુરેન્‍દ્ર ગુપ્‍તા, વિજય ચંદારાણા, વિપુલ પરમાર નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)  (૩૬-૬)

(2:26 PM IST)