<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કાલથી પદ્‌મશ્રી સુભાષ પાલેકરજીની ત્રિદિવસીય શિબિર

ગુજરાતના ખેડૂતો માટે ત્રિમંદિર ખાતે નિવાસીય તાલીમ શિબિર : કૃષિક્ષેત્રે કાયમી આવક મેળવવાની તાલીમ અપાશે : શિબિરમાં ભાગ લેવા સીધા ત્રિમંદિર પહોંચો : પત્રકાર પરિષદમાં વિગતો અપાઇ : શિબિર ફી રૂા. ૯૦૦

પત્રકાર પરિષદમાં ચંદ્રેશભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ, ખોડીદાસભાઇ, અશ્વિનભાઇ મેઘજીભાઇ વગેરે નજરે પડે છે. (તસ્‍વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૧: ગુજરાત ના ખેડૂતો માટે સૌરાષ્‍ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કળષિ જન આંદોલન સમિતિ દ્વારા પદ્મશ્રી ડો.સુભાષ પાલેકર ગુરુજીની ઉપસ્‍થિતિમાં સુભાષ પાલેકર કળષિ SPK વિષય પર તા.૧૨,૧૩,૧૪ એપ્રિલ -૨૦૨૫, ત્રીમંદિર (દાદા ભગવાન મંદિર), તરઘડિયા ચોકડી, રાજકોટ-અમદાવાદ હાઇવે, રાજકોટ ખાતે સવારે ૮.૦૦ થી રાત્રે ૮.૦૦ વાગ્‍યા સુધી ૩ દિવસીય નિવાસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ડો.સુભાષ પાલેકર ગુરુજી હિન્‍દીમાં વક્‍તવ્‍ય આપશે અને સાથે જ તેમના દ્વારા બોલાયેલા દરેક વાકયનો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવશે.

આ શિબીરમાં એક સાથે ૬૦ થી વધુ પાકો જેવા કે ૪૬ પ્રકારના ફળઝાડ, ૬૦ પ્રકારની શાકભાજી, ૯ પ્રકારના મિલેટ્‍સ ઋતુ પ્રમાણે સુર્યપ્રકાશની માત્રામાં (કેન્‍ડલ શક્‍તિ) મુજબ પાંચ સ્‍વરમાં જેમ કે જમીનમાં કંદમૂળ, ઉપર ધાણા, મેથી, પાલક જેવા, ઉપર નાના છોડ, તાર ઉપર વેલાવાળા શાકભાજી, ઉપર બહુવર્ષિય મોટા વળક્ષો એકબીજાના છાયામાં સહજીવનથી કેવો વિકાસ કરે છે અને ખેતી ખર્ચ, મહેનત કેવી રીતે ઓછી થાય છે. ૨૪×૭ કલાક ખેતરમાં ગમે ત્‍યારે જાવ ત્‍યારે બારેમાસ કોઈને કોઈ ફળ, શાકભાજી ઉતારીને ATM ની જેમ કાયમી આવક મેળવી શકો છો, તે પણ ઝેરી દવા, ખાતર વગરના, તંદુરસ્‍ત શાકભાજી, ફળના છોડ, ઓછા પાણીએ કેવો વિકાસ કરે છે. આચ્‍છાદનથી કુદરતી સુક્ષ્મ જીવો કેવું કામ કરે છે તેનો અનુભવ થશે. શિબિરમાં ઉપસ્‍થિત કોઇને પણ પ્રશ્ન હોય તો તે ગુરુજી (પાલેકરજી)ને રૂબરૂ પુછીને શંકાનું સમાધાન પણ મેળવી શકાશે.

શિબિરમાં ભાગ લેનારે કોઈપણ સંજોગોમાં સમારે ૧૧, એપ્રિલે સાંજ સુધીમાં શિબિર સ્‍થળ પર પહોંચી જવાનું રહેશે. ૧૧ તારીખે સાંજે ૮.૩૦ સુધી શિબિર સ્‍થળે પહોંચી જનાર દરેક માટે ભોજનની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. જે લોકો સમયસર પહોંચી શકે તેમ પણ હોય અને મોડું થવાનું હોય તેઓ રસ્‍તામાં ભોજન કરીને સીધા જ સ્‍થળ પહોચશે.

૧૨ મી એપ્રિલથી દરરોજ સવારે ૮.૦૦ કલાકે શરૂ થશે અને રાત્રે ૮.૦૦ સુધી ચાલુ રહેશે. ત્રણ દિવસ માટે કુલ પ્રવેશ ફ્રી રૂ.૯૦૦ વ્‍યક્‍તિદીઠ ચૂકવવાની છે, જેમાં પેડ, પેન, બૈચ, ૩ દિવસ ચા, ગુજરાતી નાસ્‍તો, મધ્‍યાહન (ગુજરાતી ભોજન,) રાત્રિ (ગુજરાતી ભોજન) રહેવાની વ્‍યવસ્‍થા ડોર્મેટરી હોલ, તાલીમ હોલ કૂલર સાથે બેઠક વ્‍યવસ્‍થા, સ્‍ટેજ વ્‍યવસ્‍થા, સાઉન્‍ડ સિસ્‍ટમ પ્રોજેક્‍ટર ઉપરાંત ડો. સુભાષ પાલેકર ગુરુજી દ્વારા લખાયેલ નવીનતમ માર્ગદર્શિકા પુસ્‍તક (રૂ.૩૦૦) પણ દરેક ખેડૂત ને મળશે, તેમજ પાણી, વીજળી, બેનર, જાહેરાત, વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.

તા. ૧૨,૧૩,૧૪ એપ્રિલ -૨૦૨૫, સૌરાષ્‍ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કળષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાત ના ખેડૂતો માટે સુભાષ પાલેકર કળષિ (SPK) ત્રી-દિવસીય નિવાસીય તાલીમ શિબિરની પ્રવેશ નોંધણી ફી રૂ.૯૦૦/- (અંકે રૂપિયા નવસો પુરા) ઓનલાઈન મોકલીને તમારી જાતે નોંધણી કરાવવાની રહેશે. ઓનલાઈન પેમેન્‍ટ માટે વિવેક ભરતભાઈ સોરઠીયા એક્‍સિસ બેંક એકાઉન્‍ટ નંબર 914010025842738, IFSC કોડ UTIB0001064 પર જમા કરાવવાના રહેશે.

તા. ૧૨,૧૩,૧૪ એપ્રિલ -૨૦૨૫, સૌરાષ્‍ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કળષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાત ના ખેડૂતો માટે સુભાષ પાલેકર કળષિ (લ્‍ભ્‍ધ્‍) ત્રી-દિવસીય નિવાસીય તાલીમ શિબિરની વધુ માહિતી માટે હરેશભાઇ વેકરીયા (મો.૯૭૫૫૦ ૩૮૧૭૭), કાંતિભાઇ પટેલ (મો.૯૮૨૪૨ ૩૩૭૨૯), રશ્‍મીકાંત મકવાણા (મો.૯૯૦૯૯ ૯૮૨૦૭), શાંતિભાઇ ખાંટ (મો.૯૪૦૮૫ ૨૬૪૩૮), અશ્વિનભાઈ બોડા (મો.૯૭૧૪૦ ૩૫૦૨૮), કશ્‍યપરાય (મો.૯૬૮૭૬ ૧૬૭૮૧), રમણીકભાઈ ચૌહાણ (મો. ૮૫૩૦૫ ૭૫૮૫૮), અમિત પાલેકર (મો.૯૬૭૩૧ ૬૨૨૪૦), કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ (મો.૯૭૨૫૨ ૧૯૭૬૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:34 PM IST)