<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

સૃજન ભારતી ટ્રસ્ટની 'અગ્રજા' ટીમ દ્વારા યોજાઇ તલવાર રાસ પ્રશિક્ષણ શિબિર

રાજકોટ : સૃજન ભારતી કલ્ચરલ એજયુકેશન ટ્રસ્ટની અગ્રજા ટીમ દ્વારા ચૈત્ર નવરાત્રી પર તલવાર રાસ શિબિરનું આયોજન કરાયુ હતુ. જેમાં શસ્ત્ર અને શાસ્ત્રના સમન્વયરૂપ જ્ઞાન અપાયુ હતુ. ૭ થી ૬૦ વર્ષના બહેનોએ તલવાર પ્રશિક્ષણ મેળવ્યુ હતુ. શિબિર દરમિયાન રામ જન્મોત્સવની ઉજવણીમાં શકિત પ્રદર્શન કરવામાં આવેલ. દસ દિવસ ચાલેલ આ તલવાર રાસ પ્રશિક્ષણ શિબિરના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ પ્રો. અશ્વિનીબેન જોષીએ નવરાત્રીના મહત્વ વિષે સમજ આપી હતી. ઝાંસીની રાણી, માતા જીજાબાઇ, દેવી અહલ્યાબાઇના ચરિત્ર ચિત્રણ કરવા ટીમ અગ્રજાનું માર્ગદર્શન રાજેશ્વરી શાહ દ્વારા અપાયુ હતુ. તલવાર રાસ વર્કશોપમાં મુખ્ય શિક્ષક હેત્વીબા જાડેજાએ સાંસ્કૃતિક નૃત્યની તાલીમ પણ આપી હતી. સંપૂર્ણ કાર્યક્રમ નૃત્યાલય કથક કેન્દ્ર દ્વારા સત્યજીત જાડેજાના સહયોગથી વિઝડમ સ્કુલ ખાતે થયુ હતુ.

(4:42 PM IST)