News of Friday, 11th April 2025
પરસાણાનગર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે કાલે દાદાનો જન્મોત્સવ ઉજવાશે
જય જય શ્રી હનુમાન હઠીલે, રામ રંગ મેં સદા રંગીલે.. અખંડ રામધુન, આરતી દર્શન, બટુક ભોજન સહિતના કાર્યક્રમોઃ દિલીપ ત્રિવેદી

રાજકોટઃ સાળંગપુર નિવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની અસીમ કૃપાથી રાજકોટમાં શ્રી સુંદરકાંડ ભવન પરસાણાનગર મેઈન રોડ પર આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે દાદાનો જન્મોત્સવ આવતીકાલે તા.૧૨ના શનિવારે દાદાના નિવાસસ્થાન શ્રી સુંદરકાંડ ભવન નિજ મંદિરમાં બપોરે ૧૨ કલાકે ઉજવાશે.
ધાર્મિક કાર્યક્રમની વિગત આ મુજબ છે. દર્શનનો સમય સવારે ૯:૧૩ થી રાત્રીના ૧૧:૫૬, અખંડ રામધુન સવારે ૯:૩૧ થી રાત્રીના ૯:૩૧ સુધી, આરતી દર્શન બપોરે ૧૨ થી સાંજે ૭:૪૫, બટુકભોજન બપોરે ૧૨:૩૦ થી ૨:૩૦ વાગ્યા સુધી રાખેલ છે.
હનુમાનભકતોએ દર્શનનો લાભ લેવા કોઠારી શ્રી દિલીપ હનુશંકર ત્રિવેદી મો.૯૭૧૪૭ ૦૧૦૦૯, વ્યવસ્થાપક મનિષ ત્રિવેદી મો.૯૪૨૯૮ ૧૫૦૪૯, રૂદ્રેશ ત્રિવેદી મો.૯૪૨૭૩ ૫૮૦૮૭ દ્વારા અનુરોધ કરાયો છે.
સાળંગપુર નિવાસી 'શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી'ની અસીમ કૃપાથી રાજકોટમાં 'શ્રી સુંદરકાંડ ભવન' પરસાણાનગર મેઈન રોડ પર આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં પ્રતિ વર્ષ મુજબ દાદાનો 'જન્મોત્સવ' સંવત ૨૦૮૧ ચૈત્રસુદ પૂનમ શનિવાર તા.૧૨ના રોજ દાદાના નિવાસસ્થાન શ્રી સુંદરકાંડ ભવન નિજ મંદિરમાં બપોરના ૧૨ કલાકે ઉજવાશે
(5:05 PM IST)










