<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

નવાગામનીં પૂજાને માલધારી સોસાયટીમાં બોલાવી કાકા-કાકીએ ધોકાવાળી કરી

 

ફોનમાં ગાળો દઇ તું પૈસા ખાઇ ગઇ છો કહી ઝઘડો કરતાં હોઇ સમાધાનની વાત કરવા બોલાવ્‍યા બાદ પતિની હાજરીમાં જ કાકા, કાકી સહિતના તૂટી પડયા

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ પર નવાગામમાં પોલીસ ચોકી પાછળ મામાવાડી વિસ્‍તારમાં રહેતી પૂજાબેન લાલજી ચુડાસમા (ઉ.વ.૨૦)ને સાંજે યાર્ડ પાસે માલધારી સોસાયટી-૪માં રહેતાં તેના કાકા ઇમરાન કાળુભાઇ નારેજા, કાકી જ્‍યોતિબેન, મામાના દિકરા મેહુલ સહિતે લાકડી-પાઇપથી માર મારતાં હાથમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. પૂજાનો પતિ લાલજી ચીમનભાઇ ચુડાસમા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. લાલજીએ કહ્યું હતું કે-મારી પત્‍નિ સાથે કાકા, કાકી ફોનમાં બોલાચાલી કરતાં હતાં અને તેણી પૈસા ખાઇ ગઇ છે એવા ખોટા આક્ષેપો કરી ખોટી વાતો કરતાં હોઇ પરમદિવસે બોલાચાલી થઇ હતી. ગઇકાલે અમને સમાધાનની વાત કરવા બોલાવાયા હતાં. એ વખતે હું થોડે દૂર હતો ત્‍યારે મારી પત્‍નિ પર કાકા, કાકી સહિતના ધોકા-પાઇપથી તૂટી પડયા હતાં.

(4:16 PM IST)