News of Saturday, 12th April 2025
મનપામાં નવા પાંચ મેનેજરની નિમણુંકઃ ઇન્ચાર્જ મુળ જગ્યાએ
તાજેતરમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો આવતા મેરીટના ધોરણે હંગામી ધોરણે પોસ્ટીંગ અપાયા

રાજકોટ, તા. ૧૨: ઘણા સમયથી અનેક વિભાગોમાં ખાલી જગ્યા ભરવા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જુદી જુદી શાખાઓમાં મેનેજર સંવર્ગની જગ્યા ભરવા માટે લેખીત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેલ જેનું પરિણામ આવતા ઉમેદવારોના મૌખીક ઈન્ટરવ્યુ લેવાયા હતાં ત્યાર બાદ મેરીટ લીસ્ટ મુજબ નવા પાંચ મેનેજરની નિમણુંક કરવામાં આવી છે. અને તેમને અલગ અલગ વિભાગમાં ત્રણેય ઝોનમાં હોદાઓ સુપ્રત કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ મેનેજરને મુળ વોર્ડ ઓફિસર તરીકે હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં એન.કે. કાનાણીને વોર્ડ નં. ૭માં, એસએમ પંડયાને તથા વોર્ડ નં. ૪ માં ડો. એફ.બી. કલ્યાણી તેમજ વોર્ડ નં. ૧૬માં એમ.વી. મુલિયાણાને રોશની શાખામાં અને ડી.કે. ચારેલને વેરા વસુલાત શાખામાં હેડ કલાર્ક તરીકેનો સમાવેશ થાય છે.
(4:17 PM IST)










