News of Saturday, 12th April 2025
તાવથી અઢી વર્ષની બાળાનું મોત
ચોટીલાથી સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતીઃ મુળ મહારાષ્ટ્રના પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: તાવને કારણે વધુ એક બાળાનું મોત થયું છે. ચોટીલાની અઢી વર્ષની બાળાની તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ ચોટીલાની શિવશક્તિ સોસાયટીમાં રહેતી નિહારી ઉમેશભાઇ ગવાલી (ઉ.વ.૨ાા)ને ચારેક દિવસથી તાવ આવતો હોઇ સ્થાનીક દવાખાનામાંથી દવા લીધી હતી. તબીયત બગડતાં રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. નિહારી એક ભાઇથી મોટી હતી. પિતા કંપનીમાં નોકરી કરે છે. પરિવાર મુળ મહારાષ્ટ્રનો વતની છે. બનાવની જાણ થતાં ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:51 PM IST)










