<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

જલારામ સોસાયટીમાં દુકાનમાંથી રૂા.૧ લાખના કેબલ વાયરની ચોરી કરનાર મહિલા ઝડપાઇ

ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, રવીભાઇ વાંક અને કોન્‍સ. રોહીતભાઇ ગઢવીની બાતમીઃ લક્ષ્મી સોલંકીની ધરપકડ

રાજકોટ, તા., ૧ર : શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં આવેલી ઇલેકટ્રીકની દુકાનમાં થયેલી રૂા. ૧.૦૪ લાખના કેબલ વાયરની ચોરીનો ગાંધીગ્રામ પોલીસે ભેદ ઉકેલી કુબલીયાપરાની મહિલાને ઝડપી લીધી હતી.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે શિવ આસ્‍થા રેસીડેન્‍સી શેરી નં. ર માં રહેતા મહેશભાઇ પ્રવિણભાઇ અકબરીની યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટી  શેરી નં. ર માં આવેલી વ્રજ ઇલેકટ્રો ટ્રેડ નામની દુકાનમાં ગત તા. ૩૦-૩ ના રોજ કોઇ અજાણ્‍યા શખ્‍સોએ પ્રવેશ કરી રૂા.૧.૦૪ લાખની કિંમતનો કેબલ વાયર ચોરી જતા વેપારી મહેશભાઇએ ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ  એસ.એલ. ગોહીલ સહીતના સ્‍ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસે દુકાન પાસેના સીસીટીવી ફુટેજ જોતા તેમાં એક મહિલા દેખાઇ હતી. કોન્‍સ. અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇ ગજેરાએ તપાસ કરતા આ મહિલાનું નામ લક્ષ્મી સોલંકી (રહે. રામનાથ પરા નદીના કાંઠે) ઓળખ મેળવી તે અગાઉ એ ડીવીઝન અને તાલુકા પોલીસ મથકમાં વાયર ચોરીના ગુનામાં પકડાઇ ચુકી હોવાનું જાણવા મળતા  આ મહિલાને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. દરમ્‍યાન હેડ કોન્‍સ. રવીભાઇ ગઢવી, મશરીભાઇ ભેટારીયા અને કોન્‍સ. રોહીતદાનભાઇ ગઢવીને બાતમી મળતા લક્ષ્મી વિજયભાઇ સોલંકી (ઉ.વ.રપ) (રહે. ભાવનગર રોડ, કુબલીયાપરા શેરી નં. પ) ને દોઢસો ફુટ રોડ પર એમ્‍સ હોસ્‍પીટલ પાસેથી પકડી લઇ રૂા. ૧૧,પ૦૦ની કિંમતનો ઇલેકટ્રીક વાયર સાથે પકડી લીધી હતી.

 આ કામગીરી પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એલ.ગોહીલ, હેડ કોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, સહદેવસિંહ જાડેજા, રવીભાઇ ગઢવી, શબ્‍બીરભાઇ મલેક, ગીતાબેન પરમાર, કોન્‍સ. અમીનભાઇ ભુલર,  મુકેશભાઇ સબાડ, પ્રદીપભાઇ ડાંગર, રોહીતદાન ગઢવી, ભરતભાઇ મકવાણા, પ્રશાંતભાઇ ગજેરા દ્વારા કરવામાં આવી હતી. (૪.૨૮)

(3:34 PM IST)