News of Saturday, 12th April 2025
અહિથી કેમ નીકળ્યો? કહી થોરાળાના હરેશભાઇ પરમારને ઢીકાપાટુનો માર

રાજકોટ તા. ૧૨: નવા થોરાળાના ગોકુલપરા-૫માં રહેતાં અને સેન્ટીંગ કામની મજૂરી કરતાં હરેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૪)ને રાતે દસેક વાગ્યે વિસ્તારમાં જ આવેલી સ્વામિનારાયણ સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે શામજી, કેવલ, અજય સહિતે ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. હરેશભાઇના કહેવા મુજબ પોતે પસાર થઇ રહ્યા હતાં ત્યારે આ ત્રણેયએ તું અહિથી શું કામ નીકળ્યો? કહી ઝઘડો કરી ગાળો દઇ હુમલો કર્યો હતો.
(3:51 PM IST)










