<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

માધાપર સર્વે નં. ૧૫ની મિલ્‍કતમાં બિપિન ઉર્ફે મુકેશ ડોડીયા સામેનો દશરથભાઈ વાળાનો દાવો રદ્દ કરતો સિવિલ કોર્ટનો ચુકાદો

રાજકોટઃ જિલ્લાના રાજકોટ તાલુકાના મોજે ગામ માધાપર ના રેવન્‍યુ સવે નં. ૧૫ પૈકીની જમીન થોભણ ગોવિંદ ના નામે આવેલી અને થોભણ ગોવિંદ ના અવસાન બાદ વશરામ થોભણ અને લક્ષ્મણ થોભણ જમીનના વારસો દરજજે આ જમીનના માલીકી હક્ક ધારણ કરતા થયા ત્‍યારબાદ નોંધ નં. ૩૯૭ થી વશરામ થોભણનું નામ કમી કરી ઉત્તરોત્તર નોંધ દાખલ કરાવી ખાતા જુદા કરાવી લક્ષ્મણ થોભણ ના વારસો એ વેચાણ દસ્‍તાવેજો કરી નાખેલ હતા.

આ મિલ્‍કત અંગે એભલભાઈ અરજણભાઈ જાડેજા એ દશરથભાઈ જૈતાભાઈ વાળા ને સમજૂતી કરાર કરી આપેલ છ.ે જે કરાર મુજબ વેચાણ દસ્‍તાવેજ કરી આપતા નથી તેથી કરાર નું પાલન કરી આપવાનો દશરથભાઈ જૈતાભાઈ વાળા એ વશરામ થોભણ ડોડીયા ના વારસદાર બિપિન ઉર્ફે મુકેશ સનઓફ રણજીતભાઈ વશરામભાઈ ડોડીયા સહીતના પ્રતિવાદીઆ સામે રાજકોટના પ્રિન્‍સીપલ સીની. જજ શ્રી ની કોર્ટમાં RCS. NO. ૦૩/૨૦૨૧ થી હદવાની દાવો દાખલ કરેલ હતો.

આ સમજૂતીનો કરાર નું પાલન કરાવવા બિપિન  ઉર્ફે મુકેશ રણજીતભાઈ ડોડીયા વવ. વિરુધ્‍ધ નામ. વસવવલ કોટટમાંય્‍ઘ્‍લ્‍. ફબ્‍.  ૦૩/૨૦૨૧ થી દિવાની દાવો દાખલ કરવામાં આવતા આ દિવાની દાવો સમય મર્યાદામાં ન હોય અને પ્રી-મેચ્‍યોર હોય તેમજ આવો કોઈ દાવો દાખલ કરવાનો વાદીનો કોઈ અધિકાર નથી તેમજ દાવો દાખલ કરવાનું કોઈ વાજબી કારણ નથી તેવું દર્શાવી પ્રતિવાદી નં. ૯ ના એ આંક - ૨૩ થી પ્રતિવાદી નં.૧ થી ૩ નાએ આંક-૨૯ થી તેમજ પ્રતિવાદી નં. ૫ અને ૬ ના એ આંક-૪૩ થી તેમજ પ્રતિવાદી નં. ૪/૧ થી ૪/૩ ના એ આંક-૬૨ થી ORDER ૭ RULE ૧૧ ની દાવો રદ કરવાની અરજી નામ. કોર્ટ સમક્ષ કરેલ હતી.

બન્ને પક્ષકારો ની દલીલ તેમજ રજૂ રાખવામાં આવેલ સુપ્રીમ કોર્ટના સાઈટેશન ધ્‍યાને લઈ ORDER ૭ RULE ૧૧ ની આંક-૨૩ તેમજ આંક-૨૯ તેમજ આંક-૪૩ તેમજ આંક-૬૨ થી પ્રતિવાદીઓની અરજી માં સંયુકત હુકમ કરી અરજી ઉપરથી વાદી નો દાવો સમય મર્યાદાની બહાર છે તેવું નક્કી થતું હોય તેમજ નામ. ગુજ. હાઈ. કોર્ટ માં ર્ફર્સ્‍ટ અપીલ ૩૫૯૭/૨૦૧૪ ચાલુ હોય જેમાં મનાઈ હુકમ હોય કરાર નું એમ પણ પાલન થઈ શકે તેમ ના હોય તેમજ નામ. ગુજ. હાઈ. કોર્ટ નો મનાઈ હુકમ હોય તેવા સંજોગોમાં નામ સિવિલ કોર્ટ કોઈ કરાર નું પાલન કરાવવા હુકમ કરી શકે તેમ ના હોય દાવો પ્રી-મેચ્‍યોર હોય તેમજ કરાર ૨૦૧૪ માં થયેલ અને ય્‍ઘ્‍લ્‍ ફબ્‍. ૧૧૩/૦૫ માં થયેલ નામ.

સિવિલ કોર્ટ ના હુકમ ને આધીન વેચાણ દસ્‍તાવેજ કરી દેવો જોઈએ પરંતુ તે બાબત નો ૧૧ વર્ષ નો ડીલે હોય દાવો થઈ શકે નહીં તેમજ દાવો સમય મર્યાદાની બહારનો હોય તે નક્કી થતુ હોય લિમિટેશન નો પ્રશ્ન હોય સ્‍પષ્ટપણે નક્કી થઈ જતો હોય જે ધ્‍યાને લેતા પ્રતિવાદીઓની અરજીઓમાં એક સાથે સંયુક્‍ત હુકમ કરી બ્‍ય્‍ઝચ્‍ય્‍ ૭ ય્‍શ્‍ન્‍ચ્‍ ૧૧ ની દાવો રદ કરવાની પ્રતિવાદીઓની આંક-૨૩ તેમજ આંક-૨૯ તેમજ આંક-૪૩ તેમજ આંક-૬૨ની અરજી મંજૂર કરતો અને દાવો ડિસ્‍પોઝ કરવાનો મહત્‍વનો હુકમ ફરમાવેલ છે.

જ્‍યારે આ ચુકાદામાં નામ. કોર્ટ દ્વારા મહત્‍વનો નિર્ણય લઈ ORDER ૭ RULE ૧૧ ની અરજી ધ્‍યાને લઈ દાવો રદબાતલ ઠરાવવામાં આવેલ હોય જેથી ORDER ૭ RULE ૧૧ ની અરજી મંજૂર કરી દાવો ડિસ્‍પોઝ કરવાનો નામ. A. J. SUKLA સા. ની કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કામના પ્રતિવાદી નં. ૪/૧ થી ૪/૩ ના રણજીતભાઈ વશરામભાઈ ડોડીયાના વારસો બિપિન ઉર્ફે મુકેશ રણજીતભાઈ ડોડીયા વિ. તરર્ફે એડવોર્કેટ તરીકે સમીર કે. છાયા રોકાયેલ હતાં. (૩પ.૧૪)

(2:23 PM IST)