News of Monday, 14th April 2025
યુવાનો સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચી જીવન પરિપુર્ણ બનાવેઃ નિખિલેશ્વરાનંદજી
રામકૃષ્ણ આશ્રમ દ્વારા ચાર પુસ્તકોનું વિમોચન યુવાનોને સફળતાની ચાવીની સમજ આપતા ભાગ્યેશ જહા

શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા યુવા સંમેલન અને પુસ્તક વિમોચન સમારંભ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર
રાજકોટ, તા., ૧૪: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રવિવાર, તા. ૧૩ એપ્રિલના રોજ આશ્રમ પરિસરમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ઉત્પલ જોષીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત વક્તવ્યમાં જણાવ્યું કે, પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદના પુસ્તકો જ હતા, આથી યુવાનો સ્વામીજીના પુસ્તકો વાંચે અને પોતાનું જીવન પરિપૂર્ણ બનાવે. તેમણે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં આધ્યાત્મિકતાની આવશ્યકતા પર ભાર મૂકયો હતો.
પ્રો. (ડો.) ઉત્પલ જોષીએ યુવાનોને વ્યક્તિગત ચરિત્ર-નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણની સંકલ્પના સમજાવી તથા સખત પરિશ્રમ કરવા પર ભાર મૂકયો હતો.
લોકપ્રિય સાહિત્યકાર, ગુજરાત સરકારના સેવા નિવળત્ત આઈ.એ.એસ. ઓફિસર તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાએ માતળભાષા અને આપણી સંસ્કળતિ સાથે જોડાઈ રહીને જીવનમાં ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવા પ્રેરણા આપી. તેમણે ‘યુવાન' શબ્દની વ્યાખ્યા આપી અને રમુજી પ્રસંગો દ્વારા સફળતાની ચાવી યુવાનોને સમજાવી હતી.
સંમેલનમાં ઉપરોક્ત મહાનુભાવોના હસ્તે ‘શાંતિ પ્રાપ્તિના સરળ ઉપાયો', ‘શિક્ષક તો છે રાષ્ટ્રનિર્માતા', ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા' અને ‘પ્રાર્થના' એમ ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું, જે ટૂંક સમયમાં આશ્રમના વિવેકાનંદ બુક વર્લ્ડમાં ઉપલબ્ધ થશે.
શિબિરમાં લગભગ ૪૦૦ જેટલા યુવાનો જોડાયા હતા. શિબિરના અંતે સહુને ભોજન-પ્રસાદ તથા સ્વામી વિવેકાનંદના પુસ્તકો, પોસ્ટર, સ્ટિકર સહિતની કીટ ભેટ આપવામાં આવી હતી. (૪.૨૪)
(2:28 PM IST)










