<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

વેલનાથપરામાં તીનપતીનો જુગાર રમતા છ ઝડપાયા

બી-ડીવીઝન પોલીસનો દરોડોઃ રૂા. ૧૦ હજારની રોકડ કબ્‍જે

 

 

રાજકોટ, તા. ૧૪: મોરબી રોડ વેલનાથપરામાં બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ વેલનાથપરામાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસના પી.એસ.આઇ. એસ. એન. શ્‍યોરા તથા કોન્‍સ સંજયભાઇ જળુ સહિતે દરોડો પાડી વેલનાથપરા શેરી નં. ૧ માં તીનપતીનો જુગાર રમતા વેલનાથપરા શેરી નં. ૪ ના પંકજ ઉર્ફે ભીખો ખીમજીભાઇ રાઠોડ, શેરી નં. ર ના દશરથ રામજીભાઇ મકવાણા, શેરી નં. પ ના મુકેશ ઉર્ફે મુન્નો અમરશીભાઇ ધોળકીયા, શેરી નં. ૪ ના સંજય બાવલાભાઇ પરસોંડા, શેરી નં. પ ના કિશોર અમરશીભાઇ ધોળકીયા અને શેરી નં. ૩ ના અરવિંદ ઉર્ફે ઢીંગો પરસોતમભાઇ સોલંકીને પકડી લઇ રૂા. ૧૦,૭પ૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.(૬.૧૭)

(3:03 PM IST)