News of Monday, 14th April 2025
કાલ સાંજથી સર્વેશ્વર ચોક પાસેનો ડો.યાજ્ઞીક રોડ ચાર માસ બંધ
સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં. ર૦ સુધીના રોડ પર કલવર્ટનું કામ કરવા વાહનો માટે માર્ગો ડાયવર્ટ કરાશેઃ લોકો થશે હેરાન-પરેશાન

રાજકોટ તા.૧૪ : યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક વોકળા દુર્ઘટના બાદ તંત્ર દ્વારા પાણીનો પ્રવાહ પ્રવાહ પૂર્વવત કરવા માટે વોકળા પર નવો સ્લેબ તૈયાર કરવાની શરૂૂઆત કરી છે જે અંતર્ગત યાજ્ઞિક રોડ નીચેથી પસાર થતાં વોકળાને વાળવા માટે રોડ બંધ કરવાની જરૂૂરિયાત ઊભી થતા તંત્રએ આવતીકાલથી એટલે કે, ૧૫ ઓગસ્ટ મંગળવારથી સર્વેશ્વર ચોક પાસેનો રોડ ચાર માસ માટે બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
રાજકોટ શહેર વોડ નં.૭માં આવેલા સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોવતા હૈયાત વોકળો ડાયવર્ઝન કરી નવું બોકસ કલ્વર્ટ બનાવવાના કામ સર્વેશ્વર ચોકમાં પૂર્ણતાની નજીક હોય, હવે ટુંક સમયમાં રાજકોટ નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પર કામ શરૂ કરવાનું થાય છે. જે અંગે ડો.યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઇનરોડથી ન્યુ જાગનાથ શેરી નં.-૨૦ સુધીનો રોડ પર વાહનોની અવર જવર માસ-૪ સુધી બંધ કરવાની જરૂરીયાત હોય, જેથી વાહનોની ડો.યાજ્ઞિક રોડ પર માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવર-જવર માટે આ મુજબના વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.
સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા પર ૫૦-૫૦ મીટર રોડ બંધ કરવામાં આવશે. એના સિવાય યાજ્ઞિકરોડ ઉપર વાહનોની અવર-જવર ચાલુ રહેશે.
સર્વેશ્વર ચોકની આસપાસની દુકાન/ઓફીસ વગેરેનું પાર્કિગની અલાદી વ્યવસ્થા કરવામાં આવશે.અને વ્યપારી તેમજ ગ્રાહકો માટે અવર -જવર માટે રસ્તો ચાલુ રહેશે. અને ત્યા ગાડીઓ પાર્કિગ કરી શકાશે.
રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ જેવા કે, એસ.ટી. બસ તથા પ્રાઇવેટ લકઝરી તથા લાઇટ મોટર વ્હીકલ જેવા કે, કાર એમ્બ્યુલન્સ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોક થી જ્યુબેલી ગાર્ડન ચોક થઇ જવાહરરોડ પરથી ત્રિકોણબાગ સર્કલ તરફ માલવીયા ચોક જઇ શકશે.
રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલરની અવર જવર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક થઇ મોટી ટાકી ચોક લીબડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ (શાષાી મેદાન અને રાજકુમાર કોલેજ વચ્ચેનો રસ્તો) પરથી પસાર થઇને માલવીયા ચોક તરફ જઇ શકશે.
ડો.યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક થઇને મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક થઇને જિલ્લા પંચાયત ચોક તરફ જઇ શકશે. (નોંધ ડો.દસ્તુર માર્ગ હાલ વન-વે હોય ઉપરોકત વિષયમાં દર્શાવેલ કામપુર્ણ ન થાય ત્યા સુધી ટુ-વે કરવામાં આવે છે.
ડો.યાજ્ઞિક રોડ થી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર શ્રી રામકળષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસ થી ડાબી તરફ શ્રી સ્વામિવિવેકાનંદ માર્ગ પર રામકળષ્ણનગર શેરી નં-૧૦ પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી જમણી તરફ ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોનચોક -મહિલા કોલેજ-કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઇ શકાશે.
(3:04 PM IST)










