હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સગાઇ અંગે જવાબ ન મળતા તરૂણીનો ફોટો એડીટ કરી અશ્લીલ ફોટામાં વાયરલ કર્યો!
સાયબર ક્રાઇમમાં ફરીયાદ થતા વિકૃત હરકત કરનાર અનિલ કુમાવતની શોધખોળ

રાજકોટ તા.૧૪: શહેરમાં ૧૩ વર્ષની તરૂણીનો ફોટો એડિટ કરી તરૂણો ચેહેરો એક અશ્લીલ ફોટોમાં મૂકી દઇ તે ફોટો આ વિકળત શખ્સે સ્ટેટસમાં મૂકયો હતો. તરૂણીના પરિવાર દ્વારા સગાઇ અંગે જવાબ ન મળતા ઉશ્કેરાયેલ વિકૃત શખ્સની આ હરકત અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઇ છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે રહેતાં અને ફર્નિચરનું કામ કરતાં ૩૪ વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અનીલ ચાંદમલ કુમાવત નામના શખસનું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ફર્નીચારનું છુટક કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈ તા-૧૩-૦૨ ના ઈન્સ્ટાગ્રામ યુઝર આઈડી ધારક કપીલકુમારકુમાવત ૧૨૭૪૪ એ ફરિયાદીના સાઢુ ભાઈના દીકરાના નામની ખોટી આઈડી બનાવી તેના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં મેસેજ કર્યો હતો. બાદ તા.૧૬/૦૨ ના કપીલકુમારકુમાવત ૧૨૭૪૪ ધારકે આઈડીના સ્ટેટસમાં ફરિયાદીની દીકરીનો ફોટો મુકેલ હતો અને બાદ ફરિયાદીના સાઢુભાઇના દીકરા સાથે મેસેજમાં ગાળા ગાળી કરેલ હતી.
બાદ તા.૧૭/૦૨/૨૦૨૫ ના કપીલ કુમાવત આઈડી ધારકે બે વ્યક્તિ સંભોગ કરતા હોય તેવા ફોટોમાં ફરિયાદીની દીકરીનું મોઢુ રાખી ફોટો એડીટ કરી તે ફોટો સ્ટેટસમાં મુકેલ હતો. જેથી ફરિયાદીના સાઢુ ભાઇના દીકરાએ તેમને મેસેજ કરતા સામેના આઈડી ધારકે ગાળા ગાળી કરેલ હતી. જેથી તેઓએ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ માં ફોન કરી અરજી લખાવેલ હતી. જે બાદ સાયબર ક્રાઈમ રાજકોટમાં ફરીયાદ દાખલ કરતા સાયબર ક્રાઈમના પીઆઈ એમ.એ. ઝણકાંત અને ટીમે તપાસ હાથ ધરતાં આ આઈડી મોબાઈલ નંબર ૯૩૫૧૭ ૭૩૩૭૦ ના આઈપીથી ફેબ્રુઆરી ૨૦૨૫ માં ઓપરેટ થયેલ છે, જે મોબાઈલ નંબર અનિલ ચાંદમલ કુમાવત ઉપયોગ કરે છે તેવું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઈમની ટીમે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી અને તેઓ એક રાજ્યના છે. આરોપી માટે તેના પરિવારે ફરિયાદીના પુત્રીની સગપણની વાત કરી હતી. ફરિયાદીની દિકરી હજું ૧૩ વર્ષની હોય અને અભ્યાસ કરતી હોય જેથી જવાબ ન આપતા આ બાબતનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાની શંકા સેવાઇ રહી છે










