તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Monday, 14th April 2025
ભરઉનાળે રેલનગર વિસ્તાર તરસ્યો : પાણી વિતરણ ખોરંભે
શહેરના વોર્ડ નં.૩ ને પાણી પુરૂ પાડતી માધાપર-રેલનગર લાઇનમાં ભંગાણઃ વાલ્વ પણ ખરાબ વોટર વર્કસ વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે રીપેરીંગ કાર્યવાહી હાથ ધરાઇઃ સાંજે વિતરણ પુર્વવત થવાની શકયતા

રાજકોટઃ તા.૧૪: શહેરના વોર્ડ નં.૩ ના પોપટપરા, કૃષ્ણનગર, રેલનગર, રઘુનંદન સહિતના વિસ્તારોમાં ભર ઉનાળે પાણી વિતરણ ન થતા નાગરિકોમાં દેકારો મચી જવા પામ્યો હતો.
મનપાની માધાપર થી રેલનગર રસ્તે જતી પાણીવિતરણની ૫૦૦ એમ.એમ.ની લાઇન તુટી જતા વિતરણ ખોરંભે ચડયું છે. સવારના ૮:૩૦ વાગ્યાના વિતરણ સમયના વિસ્તારોને ૧૨ કલાક મોડુ પાણી વિતરણ થશે. પાઇપ લાઇન તુટવાની જાણ થતા મનપાના સંબંધીત વિભાગે રિપેરીંગ કામ શરૂ કર્યુ હતુ સાથે જ વાલ્વ પણ બગડેલ હોવાથી તેને બદલાવની પણ કર્યાવાહી કરાઇ હતી. તેમ વોટર વર્કસ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
વોટર વર્કસ વિભાગે યુદ્ધના ધોરણે રીપેરીંગ શરૂ કર્યું સાંજે વિતરણ પૂર્વ વતન થવાની સંભાવના શહેરના માધાપર વિસ્તારમાં વહેલી સવારે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા રેલનગર સહિતના અનેક વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા ખોવાઈ ગઈ હતી મનપાના વોટર વર્કસ વિભાગે યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કર્યું છે છતાં સાંજે પાણી વિતરણ થઈ શકવાની શકયતા હોય દિવસ દરમિયાન પાણી વિતરણ થાય છે તેવા વિસ્તારો આજે તરસ્યા રહેશે
માધાપર થી ૫૦૦ ડાયામીટરની પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટતા કળષ્ણનગર રેલનગર પોપટ પરા નંદનવન સહિતના વિસ્તારોમાં સવારથી પાણી વિતરણ ન થતા દેકારો બોલી ગયો હતો આ બાબતે મનપાના વોટર વોટ કસ વિભાગમાં પૂછપરછ કરતાં માલુમ પડે લ કે લાઇન તૂટતા યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે છતાં ચાર વાગ્યે રીપેરીંગ પૂર્ણ થઈ લાઈન ભરતા બે કલાક જેટલો સમય લાગશે જેના લીધે આ વિસ્તારમાં સાંજે પાણી વિતરણ થઈ શકશે છતાં સવારથી સાંજના પાંચ સુધીમાં પાણી વિતરણ કરવામાં આવે છે તેવા વિસ્તારોમાં આજે પાણી વિતરણ થઈ શકશે નહીં આમ આજે માધાપર પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વોર્ડ નંબર એક ના અનેક વિસ્તારોમાં પર ઉનાળે પાણીકા શિકાયું હતું તેના લીધે લોકોમાં દેકારો બોલી ગયેલ અને મનપાના સિવિક સેન્ટર ખાતે ફરિયાદોનો ધોધ વહેતો થયો હતો
માધાપર પાસે વાલ તુટતા રેલ નગર સહિતના અનેક વિસ્તારોમાં સાંજ સુધી પાણી વિતરણ ખોરવાયું છે જેનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે વોટર વર્કસ માંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ લાઈન તૂટવાની સાથોસાથ બે વાલ્વ પણ ખરાબ થઈ ગયેલ હોય તે બદલાવ્યા બાદ પાણીનું લેવલ કરી સાંજ ના સમયે વિતરણ થતા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવશે.
(3:51 PM IST)










