<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

આજે ૧૪ એપ્રિલ ફાયર સર્વિસ ડેઃ શ્રધ્‍ધાંજલી-રકતદાન કેમ્‍પ યોજાયો

રાજકોટ, તા. ૧૪: મહાનગરપાલિકા દ્વારા આજે ૧૪ એપ્રિલ ‘ફાયર સર્વિસ ડે' નિમીત્તે ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ દ્વારા શહિદ દિનની ઉજવણી કાલાવડ રોડ ફાયર સ્‍ટેશન ખાતે તમામ ફાયર સ્‍ટાફ દ્વારા બે મિનીટનું મૌન પાળી શ્રધ્‍ધાંજલી આપવામા આવેલ. આ ઉપરાંત ફિલ્‍ડ માર્શલ બ્‍લડ બેન્‍કના સહયોગથી રાજકોટ ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ શાખા દ્વારા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ૧૪ મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ ઇંગ્‍લેન્‍ડથી આવેલા અને મુંબઇના વિકટોરીયા ડોકયાર્ડમાં લંગારેલા ‘એસ.એસ.ફોર્ટ સ્‍ટાઇકીન' નામના સ્‍ટીમરમા ભયંકર ધડાકા સાથે આગ લાગેલ હતી, આ આગ બુઝાવવાની કામગીરી દરમ્‍યાન મુંબઇ ફાયર સર્વિસના ૬૬ જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાતનું બલિદાન આપ્‍યુ હતું. આ વિનાશક બનાવને નજર સમક્ષ રાખી ભારત સરકારશ્રીના ગળહ મંત્રાલય તથા ફાયર એડવાઇઝરી કમિટી દ્વારા ભારતભરમા આ દિવસને ‘ફાયર સર્વિસ ડે' તરીકે ઉજવણી થાય અને મુંબઇ ડોકયાર્ડમા આગ વિસ્‍ફોટની વિનાશક ઘટનામા શહિદ થયેલ જવાનો ઉપરાંત દેશની તમામ ફાયર સર્વિસમા વર્ષ દરમ્‍યાન પોતાની જાનની પરવાહ કર્યા વગર અન્‍યની જાન બચાવતા દેશના ફાયર જવાનોને પણ આ વિશે ૨ મિનીટ મૌન પાળી શ્રધ્‍ધાંજલી આપવામા આવેલ. ઉપરોકત કાર્યક્રમમા ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, નાયબ મ્‍યુનિસિપલ કમિશર મહેશ જાની, ચેતન નંદાણી, એચ.આર. પટેલ, સહાયક કામિશર બી.એલ. કાથરોટિયા, ચીફ ફાયર ઓફિસર અમિત દવે તથા ડે.ચીફ ફાયર ઓફિસરો, તમામ સ્‍ટેશન ઓફિસરો, સબ ફાયર ઓફિસરશ્રી, તેમજ તમામ ફાયર સ્‍ટાફ ઉપસ્‍થિત રહયા હતા.

(3:37 PM IST)