<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

જાગનાથ પ્‍લોટમાં ૪૦૦ વાર જગ્‍યામાં સરગમ ભવન બાંધવાનો સંકલ્‍પઃ ગુણુભાઇ

સરગમ કલબની વાર્ષિક સભામાં ૨૦૨૪-૨૫ના હિસાબોને બહાલી

રાજકોટઃ સામાજિક સંસ્‍થા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભામાં ૨૦૨૪ - ૨૫ નાં વાર્ષિક હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ સભામાં ગત વર્ષ દરમિયાન કરવામાં પ્રવળતિઓનો ચિતાર આપવામાં આવ્‍યો હતો સાથોસાથ નવા વર્ષ દરમિયાન યોજાનારા કાર્યક્રમની માહિતી પણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપના પ્રમુખ માધવ દવે, ઉપરાંત શિક્ષણ શાષાી ગિજુભાઈ ભરાડ, બિલ્‍ડર હરેશભાઈ લાખાણી, સ્‍મિતભાઈ કનેરિયા, શિવલાલભાઈ આદ્રોજા, , મુકેશભાઈ શેઠ, યોગેશભાઈ પુજારા, અનંતભાઈ ઉનડકટ, લલીતભાઈ રામજીયાણી, નાથાભાઈ કાલરીયા, પ્રતાપભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ,રાજદીપસિંહ જાડેજા, જયસુખભાઈ ઘોડાસરા, ડી વી મહેતા, પ્રવીણભાઈ ધોળકિયા, દિનેશભાઈ અમળતિયા, શિવલાલભાઈ રામાણી, વીનોદભાઇ પંજાબી સુરેશભાઈ વેકરીયા, દિલેશભાઇ  પાબારી, સુરેશભાઈ વેકરીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, કૌશીકભાઇ સોલંકી, રમણીકભાઇ જ્‍સાણી, યોગીનભાઇ છનીયારા,  શૈલેશભાઇ માઉ,  મીતેનભાઇ મહેતા,  કરશનભાઇ આદ્રોજા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, માલાબેન કુંડલીયા, કાંતાબેન કથીરિયા, કાશ્‍મીરાબેન નથવાણી, અલ્‍પનાબેન ત્રિવેદી, ઉષાબેન પટેલ,  કાન્‍તાબેન કથીરીયા, જયોતીબેન ટીલવા,  જશુમતીબેન વસાણી,  સુઘાબેન ભાયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળાએ સરગમ પરિવારના સભ્‍યોને સરગમની પ્રવળત્તિમાંથી પ્રેરણા લઈને જુદા જુદા ક્ષેત્રે સેવા કાર્યો કરવા અનુરોધ કર્યો હતો.

શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડે કહ્યું હતું કે આ સંસ્‍થાના માધ્‍યમથી સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં ગુણવંતભાઈ ડેલાવાળાએ પોતાનું જીવન ખર્ચી નાખ્‍યું છે. ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે તમે સરગમમાં એક રૂપિયો આપશો તો તે સવારૂપિયાનું વળતર આપે છે. ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહે સરગમ ક્‍લબને રાજકોટનું નજરાણુ ગણાવી હતી.

આ સાધારણ સભામાં ભાજપના શહેર પ્રમુખ ડોક્‍ટર ડો. માધવ દવે સરગમ ક્‍લબને રાજકોટ કે સૌરાષ્‍ટ્રની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સર્વોત્તમ સંસ્‍થા ગણાવી હતી અને કહ્યું હતું કે સરગમની ટીમ સેવાની આહુતિ આપી રહી છે જે બિરદાવાલાયક છે. બિલ્‍ડર હરેશભાઈ લાખાણી એ પણ સરગમની પ્રવળત્તિને બિરદાવી હતી.

સરગમ ક્‍લબના ખજાનચી સ્‍મિતભાઈ પટેલે સંસ્‍થાના હિસાબો રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે બહાલી મળી હતી.

સરગમ કલબના પ્રમુખ  ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્‍યું હતું કે, ૨૦૨૫-૨૬ ના વર્ષમાં ૧૩ હજારથી વધુ સભ્‍યો સરગમ પરિવારમાં જોડાયા છે. જેમાં જેન્‍ટ્‍સ કલબમાં ૩૦૦, સીનીયર સીટીઝન કલબમાં ૧૩૦૦, લેડીઝ કલબમાં ૨૦૦૦, ચિલ્‍ડ્રન કલબમાં ૨૫૦૦, કપલ કલબમાં ૪૦૦૦ અને ઇવનિંગ પોસ્‍ટમાં ૧૨૦૦ સભ્‍યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરગમ પરિવારમાં ૧૦૦૦ જેટલા ડોનર, મીડિયા, બેન્‍કર, સરકારી અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ છે. સરગમ કલબ ૨૧૫ લોકોનો પગારદાર સ્‍ટાફ પણ ધરાવે છે.

તેમણે કહ્યું હતું કે, સરગમ કલબ દ્વારા વિવિધ ક્ષેત્રે અનેકવિધ પ્રવળત્તિ કરવામાં આવે છે. સરગમ ભવન ( જામટાવર રોડ ) કોમ્‍પ્‍યુટર સેન્‍ટરમાં ૧૧૧ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. સરગમ ભવનમાં જ ૮૧ વિદ્યાર્થીઓ હાર્મોનિયમ/ ગાયન, ૧૧૩ કથ્‍થક, ૪૫ ઓર્ગન, ૭૩ ગીટાર, ૧૬ ડ્રોઈંગ, ૨૨ હિલીંગ, ૬૨ ડાન્‍સ અને ૨૧૮ બહેનો શિવણ શીખી રહ્યા છે.

જાગનાથ હેલ્‍થ કેર સેન્‍ટરમાં ૨૫૦ લોકો જોડાયેલા છે. આ ઉપરાંત એવરેસ્‍ટ બિલ્‍ડીંગ લાયબ્રેરીમાં ૪૪, મહિલા કોલેજ લાયબ્રેરીમાં ૧૧૦ મહિલા અને ૩૦ બાળકો, આમ્રપાલી લાયબ્રેરીમાં ૪૦ બહેનો જોડાયેલી છે. જાગનાથ ચોક હેલ્‍થ કલબમાં ૩૫૦, આમ્રપાલી હેલ્‍થ કલબમાં ૬૬૭, સરગમ ભવનમાં ૪૬૧ બહેનો, કેનાલ રોડ હેલ્‍થ કલબમાં ૯૪૩ બહેનો અને નાગેશ્વર હેલ્‍થ કલબમાં ૪૦૦ બહેનો જોડાયેલી છે.

કેનાલ રોડ મલ્‍ટીસ્‍પેશીયાલીટી સેન્‍ટરમાં  ફિઝીયોથેરાપીમાં ૧૬૫૧, શિવણમાં ૪૦, વેલનેસમાં ૧૦ અને સેરજામમાં ૪૨ લોકો જોડાયેલા છે. સરગમ દ્વારા સ્‍કુલનું સંચાલન પણ કરવામાં આવે છે.

સરગમ સંચાલિત ઇન્‍ડોર સ્‍ટેડીયમમાં પણ ૧૨૦૦થી વધુ લોકો જોડાયેલા છે. સરગમ દ્વારા હેમુગઢવી હોલ, રામનાથ પરા મુક્‍તિધામનું સંચાલન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત એરપોર્ટ રોડ ઉપર રાહત દવાખાનામાં કુલ ૪૮, ૩૦૯ દર્દીએ લાભ લીધો હતો. કાંતાસ્ત્રી વિકાસ ગળહ રોડ આરોગ્‍ય સેન્‍ટરમાં ૧૩૪૯ દર્દીઓ, નાગેશ્વર દવાખાનામાં ૭૯૬૭ દર્દીઓ, બ્રહ્મસમાજ આરોગ્‍ય સેન્‍ટરમાં ૧૮૬૧ દર્દીઓ, કુવાડવા રોડ આરોગ્‍ય સેન્‍ટરમાં ૮૭૧૨ દર્દીઓ અને કેનાલ રોડ આરોગ્‍ય સેન્‍ટરમાં ૩૪૬૭ દર્દીઓએ લાભ લીધો હતો. સરગમ લેડીઝ કલબમાં ૧૦ ટ્રસ્‍ટી ઉપરાંત સલાહકાર સમિતિમાં ૧૫ અને ૬૦ કમિટી મેમ્‍બર્સ સેવા આપી રહ્યા છે. આવનારા સમયમાં જાગનાથ પ્‍લોટ વિસ્‍તારમાં ૪૦૦ વાર પ્‍લોટ માં સરગમ ભવન બાંધવાનો સંકલ્‍પ છે જે દાતાઓના સહયોગથી પૂરો કરાશે. તેમ જણાવાયું છે. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જ્‍યોતિબેન રાજ્‍યગુરૂએ જયારે આભારવિધિ માલાબેન કુંડલીયાએ કરી હતી.(૩૮.૨૪)      

(3:38 PM IST)