News of Tuesday, 15th April 2025
ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે પદાધિકારીઓ-કોર્પોરેટરો દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા તા.૧૪ ના ડો.ભીમરાવ આંબેડકરની ૧૩૪-મી જન્મ જયંતિ પ્રસંગે તેઓની સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા મહાનુભાવો-હોદેદારો દ્વારા મસ્તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૪-મી જન્મ જયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શિંગાળા, હરેશભાઈ કાનાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, રમેશભાઈ પરમાર, પૂજાબેન પટેલ, રાજદીપસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, અગ્રણી મનહરભાઈ બાબરીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉઘરેજા, કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, દુર્ગાબા જાડેજા, મીનાબા જાડેજા, જયશ્રીબેન ચાવડા, મંજુબેન કુગસીયા, દક્ષાબેન વસાણી, જયાબેન ડાંગર, વર્ષાબેન પાંધી, અલ્પેશભાઈ મોર્જરીયા, હિરેનભાઈ ખીમાણીયા, રણજીતભાઈ સાગઠીયા, ડો.હાર્દિક ગોહિલ, વિનુભાઈ સોરઠીયા, વશરામભાઈ સાગઠીયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી, એચ.આર.પટેલ, મહેશભાઈ જાની, શિક્ષણ સમિતિ સભ્ય મનસુખભાઈ વેકરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, જૈમનભાઈ ઉપાધ્યાય, યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ ટીલવા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, રાજુભાઈ ધ્રુવ, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, અશ્વિનભાઈ ભોરણીયા, અનિલભાઈ મકવાણા, કાર્યાલય મંત્રી હિતેશભાઈ ઢોલરીયા, શૈલેષભાઈ દવે ઉપસ્થિત રહેલ.(૪.૨૪)
(2:22 PM IST)










