<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ગુરૂવારે શ્રીમદ્દ વલ્લભાચાર્યજીનો પ૪૮ મો પ્રાગટય ઉત્‍સવઃ શોભાયાત્રા

રાજકોટની તમામ હવેલીઓના બે ફલોટ સાથે જશુબાઇ મંડાણ-દરબારગઢથી વિરાટ શોભાયાત્રાનો થશે પ્રારંભ, વસુંધરા રેસીડેન્‍સી ખાતે સમાપનઃ ગૌમાતાઓને લાડુ-ઘાસચારો અપાશેઃધર્મસભા રાસગરબા, વચનામૃતના કાર્યક્રમો

રાજકોટઃ અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ૪૮ મો પ્રાગટય ઉત્‍સવના શુભદિને દિવ્‍ય અને વિરાટ ‘શોભાયાત્રા' ચૈત્ર વદ-૧૧ ને ગુરૂવાર તા. ર૪ ના રોજ નીળશે. તા. ર૪ ની સાંજે ૭ વાગ્‍યે જશુબાઇ મંડણ- દરબારગઢ થી વિરાટ ‘શોભાયાત્રા' નો પ્રારંભ થશે- જે સોની બજાર, પેલેસ રોડ, ગુંદાવાડી ચોક થઇ શ્રી વસુંધરા રેસીડેન્‍સી જીલ્લા ગાર્ડન પાસે વાજતે ગાજતે સંપન્‍ન થશે. વધાઇ, કિર્તન, રાસ ઉત્‍સવ, આચાર્યશ્રઓિના વચનામૃત-ધર્મબોધ થશે. આ અવસરે ગૌમાતાઓને ર હજાર કિલો લાડુ-૩૬૦૦ મણ લીલો ચારો મોકલાશે. શહેરભરના તમામ પુષ્‍ટિ માર્ગિય હવેલીગૃહો સાથે જોડાયેલા વૈષ્‍ણવ સમુદાયને શોભાયાત્રામાં જોડાવા મધ્‍યસ્‍થ સમિતિ દ્વારા આમત્રંણ અપાયું છે.

આગામી ચૈત્રવદી-૧૧ (અગ્‍યારસ) તા. ર૪ ને ગુરૂવાર એટલે પુષ્‍ટિ પ્રવર્તક-ભકિત માર્ગબ્‍જ માર્તન્‍ડ-જગદ્દગુરૂ  શ્રીમદ્દ વલ્લાભાચર્ય મહાપ્રભુજીનો પ૪૮ પ્રાગટય ઉત્‍સવ જે દેશ-વિદેશમાં ભાવપૂર્વક મનાવવાની પેઢીઓની પરંપરા છે. રાજકોટ શહેર ર૦ થી વધુ વૈષ્‍ણવાચાર્યોના નિવાસ સમી હવેલીઓ સહિત ૪૦ થી વધુ પુષ્‍ટિમાર્ગીય મંદિરો દ્વારા ભકતજનો દર્શન અને ધર્મશિક્ષાનો આનંદ પ્રાપ્‍ત કરતા હોવાનું જણાવાયું છે.

તાજેતરમાં મળેલ મીટીંગમાં સપ્‍તમ પીઠાધીશ્વર ગો. શ્રી વૃજેશકુમારજી, સર્વોતમ હવેલીના ગો. શ્રી ગોપેશરાયજી, શ્રી કૃષ્‍ણાશ્રય હવેલીના યુવાઆચાર્ય શ્રી અક્ષયકુમારજી અને આત્‍મજ ગો.પશ્રી  રમણેશકુમારજી, સપ્‍તમપીઠ યુવા ગો. શ્રી અનિરૂધ્‍ધલાલજી આપના આત્‍મજ ગો.શ્રી રશેષકુમારજી, શ્રી દ્વારકાધીશજી હવેલીના ગો. શ્રી રત્‍નેશકુમારજી, ચરણાટ હવેલીના ગો.શ્રી રૂચીરરાયજી, શ્રી વલ્લભાશ્રય હવેલીના ગો. શ્રી દ્વારકેશલાલજી સહિતના આચાર્ય શ્રીઓએ પધારી વૈષ્‍ણવનું માર્ગદર્શન કરેલ જેમાં સર્વ સંમતિ સાથે આ વર્ષનો પ૪૮ મો પ્રાગટય ઉત્‍સવ દિવ્‍યતા-ભવ્‍યતા અને વિરાટ શોભાયાત્રા સાથે તમામ વૈષ્‍ણચાર્યોના માર્ગદર્શનમાં મનાવવા સમગ્ર શહેરના વૈષ્‍ણવોને જોડી કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્‍યો હતો.

તા. ર૪ ની સવારે ૭ વાગ્‍યે સાત સ્‍વરૂપ હવેલી પરાબજાર ખાતેથી માનવ સેવા અને ગૌસેવાની પ્રવૃતિના ભાગ સ્‍વરૂપે રાજકોટની આસપાસ આવેલી ર૬ થીવધુ ગૌશાળા/પાંજરાપોળની ૭ હજાર થીએ વધુ ગૌમાતાઓને ર હજાર કિલો લાડુઓનો ભોગ તેમજ ૩૬૦૦ મણ લીલો ચારો ટ્રક -ટ્રેકટર,મેટાડોર જેવા વાહનો દ્વારા ગૌ. આચાર્યશ્રીઓના સાનિધ્‍ય અને આશિર્વાદ સાથે રવાના કરાશે.

તા. ર૪ પ્રાગષ્‍ટ ઉત્‍સવની સાંજે ૭ વાગ્‍યે જુના દરબારગઢ હવેલી પાસે આવેલ શ્રી જશુબાઇ કાથડ મંડાણ ખાતે થી એક વિરાટ શોભાયાત્રા આરંભ થશે. જેમાં શ્રીમદ્દ વલ્લભ પ્રભુ સ્‍વરૂપને ચાંદીની સુખપાલમાં પધરાવી આચાર્યશ્રીઓ દ્વારા જય ઘોષ પૂર્વક માલ્‍યાર્પણ સાથે શોભાયાત્રાનો આરંભ થશે. જે શ્રી બાલકૃષ્‍ણજીની હવેલી થઇ દરબારગઢ ચોક પહોંચશે-વિવિધ વૈષ્‍ણવાચાર્યોની આગેવાનીમાં અહિંથી શોભાયાત્રામાં ઘોડા બગ્‍ગી-પુનીત રથ- શ્રી મહાપ્રભુજીના જીવન કથનોને અભિવ્‍યકત કરતા ફલોટસ (ઝાંખી) સહિત અનેકો કિર્તનીયા મંડલી બેન્‍ડ -વાજા-કેશીઓ પાર્ટી લાલ-પીળા-કેશરી વષાધારી વૈષ્‍ણવ ભાઇ-બહેનો અને રાધા-કૃષ્‍ણ વેશધારી પાઠશાળાના બાળકો સાથેનો વિરાટ સંખ્‍યાનો રસાલો વાજતે ગાજતે સોની બજાર-માંડવી ચોક થઇ કોઠારીયા નાકા ચોક પહોંચશે

અહીંથી શહેરભરના જુદા-જુદા મંદિર હવેલી ગૃહો દ્વારા તૈયાર કરાવેલા વિરાટ ફલોટસ શોભાયાત્રા સાથે જોડાશે. અને અહીંથી શોભાયાત્રા ભવ્‍યતાપુર્વક આગળ વધી પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોક, કેનાલ રોડ થઇ જીલ્લા ગાર્ડન પાસે આવેલ શ્રી વસંધરા રેસીડેન્‍સી ખાતે રચવામા઼ આવેલા એક વિરાટ પંડાલમાં પહોંચી ધર્મસભામાં પરિવર્તીત થશે.

શ્રી વસુંધરાના ધર્મસભા પડ઼ાલમા઼ શહેરની વિવિધ કેશરીયા કિર્તનીયા મંડલી દ્વારા વધાઇ કિર્તન ગાન સાથે વૈષ્‍ણવોને હાલારી રાસોત્‍સવનો આનંદ કરાવશે. શોભાયાત્રાના સમગ્ર માર્ગમાં વૈષ્‍ણવ અગ્રણી પરિવાર દ્વારા વલ્લભ પ્રભુનુ પુષ્‍પ વૃષ્‍ટિ અને માલ્‍યાર્પણથી અભિવાદન થશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ભુપેન્‍દ્રભાઇ છાંટબાર (દુલારી) અરવિંદભાઇ પાટડીયા, અરવિંદભાઇ ભેંસાણીયા, છગનભાઇ પટેલ, હિતેષભાઇ રાજપરા, રઘુરાજભાઇ સીસોદીયા, દિનેશભાઇ મિષાી અને અશ્વિનભાઇ વડગામા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:46 PM IST)