<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

કુવાડવામાં મામલતદારનું ઓપરેશન ર કરોડની ૧-એકર જમીન ખૂલ્લી કરાવાઇ

રપ-ઝૂંપડા-મકાનો-ગેરેજ-ચા-પાનની દૂકાનો પર બૂલડોઝર ફેરવી દેવાયું...

રાજકોટ તા. ૧પઃ રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણાની સૂચના બાદ દબાણના નાયબ મામલતદાર શ્રી રઘુવીરસિંહ વાઘેલા, સર્કલ ઓફીસર શ્રી તેજ બાણુંગરીયા-તલાટી અને અન્‍ય સ્‍ટાફ તથા જીઇબી અને પોલીસની ટીમોને સાથે રાખી ૧-એકર સરકારી જમીન ઉપર ઉભું થઇ ગયેલ દબાણ દૂર કરી ર-કરોડની જમીન ખૂલ્લી કરાવી હતી.

કૂવાડવા સર્વે નં. પપ૭ પૈકીની ગીરીરાજ હોસ્‍પીટલ પાછળ આવેલ સરકારી જમીન ઉપર ઘણા સમયથી પરપ્રાંતીઓ દ્વારા રપ જેટલા કાચા-પાકા ઝૂપડા, ૮-પાકા મકાનો, ઉપરાંત ગેરેજ-ચા-પાનની દુકાનો તથા અન્‍ય કોમર્શીયલ ધંધા શરૂ કરી દીધા હતા, નોટીસો આપ્‍યા બાદ ખાલી નહિં કરતા આખરે બૂલડોઝર ફેરવી દેવાયું હતું, જમીન ખૂલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે, હવે જમીન ફરતે ફેન્‍સીંગ કરવા સૂચના અપાઇ છે. (૭.ર૮)

(2:45 PM IST)