<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મોરબી રોડ ઉપર ધ્રોલના રવિભાઇ ચાવડા ઉપર ૪ શખ્‍સોનો છરી-પાઇપથી હુમલો

રાજકોટ, તા., ૧પઃ મોરબી રોડ જકાત નાકા ચોકડી પાસે નાનાભાઇની ગાળો દેવાની  ના પાડનાર યુવાન ઉપર ૪ શખ્‍સોએ છરી અને પાઇપથી હુમલો કર્યો હતો.

પ્રાપ્‍ત વિગતો મુજબ ધ્રોલ રાધે પાર્ક શેરી નં. ર માં રહેતા રવીભાઇ અશ્વીનભાઇ ચાવડા (ઉ.વ.ર૭) એ આરોપી હાર્દિક પરમાર, સચિન પરમાર તથા અજાણ્‍યા બે ઇશમો સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.  ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી મિત્રના લગ્નમાં રાજકોટ  આજી ડેમ વિસ્‍તારમાં આવેલ ત્‍યારે હાર્દિક પરમારને ફોન કરી બોલાવેલ અને કહેલ કે તું મારા નાનાભાઇને ફોનમાં કેમ ગાળો આપતો હતો? તેણે કહેલ કે મેં ગાળો આપેલ નથી. ત્‍યાર બાદ તેના મિત્રને બોલાવી ફરીયાદી રવીભાઇ સાથે ઝઘડો કરેલ. અને આંખમાં સ્‍પ્રે છાંટી ઢીકા-પાટુનો માર મારી બંને ત્‍યાંથી ભાગી ગયેલ, ત્‍યાર બાદ  રવિભાઇ ધ્રોલ જતા રહેલ અને રાત્રે તેના મિત્રની કારમાં રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસે આવેલ. ત્‍યારે હાર્દિક પરમાર અને તેના ભાઇ સચીન તથા અન્‍ય બે અજાણ્‍યા ઇસમ છરી અને પાઇપ સાથે આવી રવિભાઇ પર હુમલો કર્યો હતો. જયાંથી રવિભાઇ ઇજાગ્રસ્‍ત હાલતમાં ભાગી જઇ, ૧૦૮ માં ફોન કરી સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્‍પીટલમાં દાખલ થયા હતા.

બી ડીવીઝન પોલીસે ઇજાગ્રસ્‍ત રવિભાઇની ફરીયાદ ઉપરથી ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (૪.૨૫)

(2:45 PM IST)