News of Tuesday, 15th April 2025
કોઠારીયા સોલવન્ટ પાસે રોડ ક્રોસ કરતા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા મોત
શાપરનો દિલીપ ચાલીને હોટલમાં ચા પીવા જતો તોઃ કારચાલક સકંજામાં

રાજકોટ તા.૧૫: કોઠારીયા સોલવન્ટ પાસે ચાલીને રોડ ક્રોસ કરી રહેલા યુવાનને કારના ચાલકે હડફેટે લેતા તેનુ મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ શાપરમાં ગંગા ગેઇટ પાસે મફતીયા પરામાં રહેતા દિલીપભાઇ નટુભાઇ સોલંકી(ઉ.વ.૪૫) રાત્રે ચાલીને હોટલે ચા પીવા જતા હતા ત્યારે કોઠારીયા સોલવન્ટ શીવ હોટલ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે કારના ચાલકે હડફેટે લેતા દિલીપભાઇને માથા તથા શરીરે ઇજા થઇ હતી બાદ તેને ૧૦૮ મારફતે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક દિલીપભાઇ મજૂરી કામ કરતા હᅠતા તે સાતભાઇમાં ત્રીજા નંબરના હતા. આ અંગે શાપર વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે.
(4:12 PM IST)










