<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જાણીતા ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈના માતુશ્રીનું દુઃખદ નિધનઃ કાલે ઉઠમણું

કાંતાબેન રમણીકલાલ દેસાઈ(ઉ.વ.૯૮)ની સ્‍મશાનયાત્રામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયાઃ કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, નિમિષભાઈ ગણાત્રા અને અકિલા પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાડી સદ્‌ગતને શ્રધ્‍ધાંજલી અર્પી

રાજકોટઃ મુળ જેતપુર અને હાલ રાજકોટ નિવાસી સ્‍વ. રમણીકલાલ અંબાવીદાસભાઈ દેસાઈના ધર્મપત્‍નિ શ્રીમતી કાંતાબેન રમણીકલાલ દેસાઈ (ઉ.વ. ૯૮) તે શ્રી નલિનભાઈ (સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયા), ડો. શ્રી કિશોરભાઈ (સિનિયર બાળરોગ નિષ્‍ણાંત), શ્રી દિલીપભાઈ

(સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયા) તથા શ્રી અનિલભાઈ (સીનિયર એડવોકેટ) તથા શ્રીમતી હંસાબેન એશ્વર્યકુમાર દાસના માતળશ્રી તેમજ ધરતિ, ત્‍ઞિરવ, કળતિ, ક્રિષ્‍ના, રાજન, કુરુંગી, મલયના દાદીમાં અને અવલોકીતા તથા દેવાંશીના નાનીમા તા. ૧૫/૦૪/૨૦૨૫, મંગળવાર તના રોજ અરિહંત શરણ પામેલ છે.

મુળ જેતપુર હાલ રાજકોટના પ્રતિષ્ઠીત દેસાઈ કુટુંબના મોભી શ્રીમતી કાંતાબેન રમણીકલાલ દેસાઈ ખુબ જ ધાર્મીક અને પ્રેમાળ સ્‍વભાવના હતા. તેમણે પરિવારને હંમેશા પ્રેમ અને ધાર્મીક સંસ્‍કારોથી સીંચ્‍યો હતો, તેમના નિધનથી પરિવારને મોટી ખોટ પડેલ છે.

તેમના નિવાસ સ્‍થાન પંચનાથ પ્‍લોટ ખાતે રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, જાહેર જીવનના મોભીઓ, ડોક્‍ટરો, વકીલો, ઉઘ્‍યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓએ સ્‍વ.ને પુષ્‍પાંજલી અર્પણ કરી શ્રઘ્‍ઘાસુમન અર્પણ કર્યા હતા.

રાજકોટના અખબારી જગતના ભીષ્‍મપિતા અને રાજકોટના સાંધ્‍ય દૈનિક અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તેમજ અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા અકિલા વેબ એડીશનના એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા અને અકિલાના પત્રકાર ઉદયભાઈ વેગડા તથા રાજકોટના અખબાર વોઈસ ઓફ ડેના કળણાલભાઈ મણીયાર તથા અગ્ર ગુજરાત અખબારના જનેશભાઈ અજમેરાએ સ્‍વ. કાંતાબેનના નશ્વરદેહને પુષ્‍પાંજલી અર્પણ કરેલ હતી.

સદ્‌ગતની અંતિમયાત્રામાં રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ નાગરીક સહકારી બેંકના પુર્વ ચેરમેન કલ્‍પકભાઈ મણીયાર, પુર્વ ધારાસભ્‍ય રમેશભાઈ રૂપાપરા, ગુજરાત મ્‍યુનિસીપલ ફાઈનાન્‍સ બોર્ડના પુર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, દિનેશભાઈ બુવારીયા (ઈગલ ટ્રાવેલ્‍સ) વિરેન્‍દ્રસિંહ ઝાલા, પીયુષભાઈ મહેતા, રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, કેતનભાઈ પટેલ, ડો. અમીતભાઈ હપાણી, ડો.શ્‍યામભાઈ ગોહીલ, ડો.પ્રકાશભાઈ મોઢા, ડો.વિજયભાઈ નાગેચા, ડો.સંજયભાઈ ભટ, ડો.હિમાંશુભાઈ દેસાઈ, ડો.તેજશભાઈ કરમટા, ડો.વિજયભાઈ અમલાણી, ડો.અશોકભાઈ મહેતા, ડો.શીલ્‍પાબેન મહેતા તેમજ સીનીયર આર્કીટેક કિશોરભાઈ ત્રિવેદી, ચાર્ટટ એકાઉન્‍ટન્‍ટ કાર્તિકભાઈ પારેખ, તેમજ રાજકોટના સીનીયર એડવોકેટ લલીતસિંહ શાહી, તુલસીદાસભાઈ ગોંડલીયા, આર. એમ. વારોતરીયા, હેમેનભાઈ ઉદાણી, પ્રવિણભાઈ કોટેચા, મહર્ષીભાઈ પંડયા, હિંમતભાઈ સાયાણી, નલીનભાઈ પટેલ, સુરેશભાઈ દોશી, કિરીટભાઈ પાઠક, દિપકભાઈ ભીમાણી, કમલેશભાઈ શાહ, પીયુષભાઈ શાહ, દિલેશભાઈ શાહ, હરેશભાઈ દવે, કેતનભાઈ ગોસલીયા, હિમાંશુભાઈ પારેખ, અર્જુનભાઈ પટેલ, કિશોરભાઈ સખીયા, નિતેષભાઈ કથીરીયા, સી. એમ. દક્ષીણી, દિપકભાઈ અંતાણી, પથીકભાઈ દફતરી, રૂપરાજસિંહ પરમાર, પ્રફુલભાઈ વસાણી, આર. કે. દલ, સંદીપભાઈ વેકરીયા, આર. એમ. પંડયા, હેમલભાઈ કામદાર, જીજ્ઞેશભાઈ શાહ, મોલીકભાઈ રાઠોડ, રઘુરાજભાઈ ખુમાણ, સરફરાઝ પઠાણ, સુધીરસિંધ, મનનભાઈ ભીમાણી, નીવીદભાઈ પારેખ, કાર્તિકેયભાઈ પારેખ (ઘોરાજી), યતિશભાઈ દેસાઈ, રાજેશભાઈ ઓઝા, ડી. કે. શેઠ (ગોંડલ), અશોકભાઈ જોષી, જતીનભાઈ વડગામા, મુખ્‍તારભાઈ જુણેજા (જામનગર), જાણીતા ઉઘ્‍યોગપતિઓ ચંદુભાઈ વિરાણી, શૈલેષભાઈ હિરપરા, કતુભાઈ અકબરી, ભાવેશભાઈ પટેલ, દિનેશભાઈ સોરઠીયા, ભગવાનજીભાઈ શીયાણી, નિલેષભાઈ શીયાણી તેમજ રાજકોટના જૈન સમાજના અગ્રણીઓ મુકેશભાઈ શેઠ, અતુલભાઈ શેઠ, જીતુભાઈ કોઠારી, વિભાષભાઈ શેઠ, મનોજભાઈ ડેલીવાળા, અપુલભાઈ દોશી, મયુરભાઈ શાહ, નિલેશભાઈ શાહ, હરીશભાઈ શાહ, નીતીનભાઈ મણીયાર, નારણભાઈ લાલકીયા, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાના પરીવારજનો, કોશીકભાઈ રૂવાલા, હસમુખભાઈ રાધતતપુરા, ભરતભાઈ દોશી, સુશીલ ગોડા, યોગેશભાઈ ગોડા, મુકેશભાઈ દોશી(મોર્ડન) સુજીતભાઈ ઉદાણી, સમીરભાઈ ગામી. હીતેશભાઈ વોરા, પંચનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ તથા સ્‍વયંસેવકો સહીતના અગ્રણીઓ અંતિમયાત્રામાં ઉપસ્‍થિત રહી શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા હતા.

 સદગતનું ઉઠમણું આવતીકાલ તા.૧૭/૦૪/૨૦૨૫ ને ગુરૂવાર સવારે ૧૦ થી ૧૧ અને પ્રાર્થનાસભા સવારે ૧૧ થી ૧૨ પારસ સોસાયટી કોમ્‍યુનિટી હોલ, નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કુલ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

અનિલ આર. દેસાઈ (એડવોકેટ)મો.નં-૯૮૨૪૦ ૪૩૭૮૯.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) (૪૦.૧૩)

કાલે ઉઠમણું-પ્રાર્થનાસભા

કાલે ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ ઉઠમણું, ૧૧ થી ૧૨ પ્રાર્થનાસભાઃ સ્‍થળઃ પારસ સોસાયટી કોમ્‍યુનિટી હોલ, નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કૂલ રોડ, રાજકોટ

(2:07 PM IST)