News of Wednesday, 16th April 2025
સિવિલ હોસ્પિટલમાં વૃધ્ધનું મોતઃ વાલીવારસની શોધખોળ
દાખલ થયા ત્યારે પોતાનું નામ મુનિશભાઈ ટી. જોશી અને ઉત્તરાખંડના વતની હોવાનું કહ્યું હતું

રાજકોટ તા. ૧૬: સિવિ હોસ્પીટલમાં ગત તા. ૫/૪ ના રોજ એક વળધ્ધ ગોંડલ સી.એચ.સી હોસ્પિટલમાંથી બિમારીની વધુ સારવાર માટે દાખલ થયા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ વૃધ્ધ સારવાર માટે દાખલ થયા ત્યારે પોતાનું નામ મુનીશ ટી. જોશી (ઉ.વ.૮૫-રહે. ઉત્તરાખંડ) જણાવ્યું હતું. પેરાલિસિસ હોઇ વધુ માહિતી આપી શક્યા નહોતાં. તેમની સાથે કોઇ ન હોઇ હેલ્પડેસ્કની ટીમ સંભાળ રાખતી હતી. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના કોઇ વાલીવારસ હોય તો હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઈ વરૂ (મો.૯૮૭૯૭ ૬૮૬૧૮) અથવા ઈમરજન્સી હેલ્પ ડેસ્ક(મો.૮૯૮૦ ૮૦૦૨૭૧)નો સંપર્ક કરવા જણાવાયું છે.
(11:42 AM IST)










