<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી આધુનિક ટેકનોલોજીથી સજજઃ શનિવારે ફિઝીયોથેરાપી સેન્‍ટર અને કલીનીકલ લેબોરેટરીનું ઉદ્‌ઘાટન

લેબોરેટરી અને ફિઝીયોથેરાપી સેન્‍ટરમાં દર્દીઓને રાહતભાવે સેવાનો લાભ મળશેઃ ડો.દિપક નારોલા

રાજકોટઃ ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટીની રાજકોટ જિલ્લા શાખા દ્વારા તા.૧૯ના રવિવારે અત્‍યાધુનિક ફિઝિયોથેરાપી સેન્‍ટર અને ક્‍લિનિકલ લેબોરેટરીનો ઉદ્દઘાટન સમારોહ યોજાનાર છે.

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી બિલ્‍ડિંગ, શાષાી મેદાન પાસે, સૂચક રોડ, રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ભાનુબહેન બાબરિયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટના સાંસદશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી જયેશભાઈ રાદડીયા અને ડૉ. દર્શિતાબેન શાહ,, સહિતના ઉપસ્‍થિત રહેશે.

નહીં નફો નહીં નુકસાન ૅ ના મંત્ર સાથે કદી નારાયણની સેવા કરતી ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના રાજકોટ સંસ્‍થાના ચેરમેન શ્રી ડૉ. દિપક નારોલાએ જણાવ્‍યું હતું કે, ગુજરાત રેડક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના નેતળત્‍વમાં વધુ એક સેવાકીય પ્રકલ્‍પ શરૂ કરવામાં આવી રહ્યો છે. ફિઝિયોથેરાપી સેન્‍ટર અને ક્‍લિનિકલ લેબોરેટરીમાં દર્દીઓને તદ્દન રાહતભાવે લોહીની -ાથમિક તપાસ, ડાયાબિટિસ, કીડનીરોગ, હોર્મોન તપાસ વગેરે ટેસ્‍ટ અત્‍યાધુનિક મશીનરી દ્વારા રાજકોટવાસીઓ નજીવાદરે મળી શકશે. તેમજ રાજકોટનાં રેડકોસમાં સૌપ્રથમ વાર ફિઝિયોથેરાપી સેન્‍ટરમાં એ.આઈ. ટેકનોલોજી (Al-FES)નો ઉપયોગ થનાર છે. જેનાથી દર્દીઓની પરિણામલક્ષી સારવાર થશે. ઉલ્લેખનીય છે કે, રેડક્રોસ સંસ્‍થામાં ફિઝિયોથેરાપિસ્‍ટ તરીકે ડૉ.ભક્‍તિ ચોટાઈ અને પેથોલોજિસ્‍ટ ડૉ. રાજેશ હાંસલિયા ઉમદા ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં આધુનિક જીમનો પણ પ્રારંભ કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રભવ જોશીના દિશાસૂચન હેઠળ જનજન સુધી આરોગ્‍યલક્ષી સુવિધાઓ વધુ સુદ્રઢ રીતે પહોંચે તે માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. કલેક્‍ટરશ્રીના નેતળત્‍વમાં જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોની દીકરીઓને આત્‍મનિર્ભર બનાવવા માટે રહેવા જમવાની વ્‍યવસ્‍થા સાથે નિઃશુલ્‍ક જનરલ ડયુટી આસિસ્‍ટન્‍ટ કોર્ષ પણ શરૂ કરવામાં આવ્‍યો છે. જે પૂર્ણ કરવાની સાથે જ દીકરીઓને નોકરીની ઉમદા તક પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત રેડક્રોસ બ્‍લડ સેન્‍ટર, બ્‍લડ બેંક, રાહત દરે ડેન્‍ટલ ક્‍લિનિક તથા રોટરી ગ્રેટર સ્‍કીન બેન્‍ક, વિનામૂલ્‍યે પરિવાર કલ્‍યાણ કેન્‍દ્ર આફત સહત -વળત્તિ, રાહત દરે -ાથમિક સારવાર તાલીમ તથા જૂનિયર યૂથ રેડક્રોસ, વિનામૂલ્‍યે ચક્ષુદાન તથા દેહદાન, રાહત દરે એમ્‍બ્‍યુલન્‍સ સર્વિસ તથા ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર મશીન વિનામૂલ્‍યે એલ્‍ડરલી હોમ કેર કોર્સ તથા જનરલ ડયુટી આસિ. કોર્સ, રાહત દરે થેલેસેમિયા પ્રિવેન્‍શન પ્રોગ્રામ સહિતની સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં આવતી હોવાનું જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના આગેવાનો સર્વશ્રી ડો.દિપક નારોલા (ચેરમેન), ડો.એ. આર.ભપલ,(વા.ચેરમેન), ભાવેશભાઇ કકકડ (કારોબારી સભ્‍ય) નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) (૩પ.૧૮)

(2:39 PM IST)