<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

બંધ...બંધ...બંધઃ યાજ્ઞીક રોડ સવારથી ડાયવર્ટઃ મોટા વાહન આવી જતા ટ્રાફીકમાં અંધાધુંધીઃ વાહન ચાલકોને હાલાકી

રાજકોટઃ શહેરના યાજ્ઞીક રોડ સ્‍થિત સર્વેશ્‍વર ચોકના વોંકળા ઉપર બોકસ કલવર્ટ બનાવવાની કામગીરીને લઇને આજે સવારે અચાનક ડાયવર્ઝન શરૂ કરી દેવાતા ટ્રાફીકમાં અંધાધુંધી થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. આજથી ર૦ જાગનાથથી સરદારનગર મેઇન રોડ સુધીનો યાજ્ઞીક રોડનો ભાગ ૪ માસ માટે બંધ કરાયો છે. જાહેરનામાની અચાનક અમલવારી થતા એસ.ટી. બસ સહિતના મોટા વાહનો જુના રૂટ ઉપર પહોંચતા ટ્રાફીક જામના દૃશ્‍યો સર્જાયા હતા. સવારે નોકરી કામ-ધંધાના કામે નિકળેલા લોકો જામમાં ફસાઇ ગયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૭.૩૮)

(2:51 PM IST)