<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

૧૬૫ વર્ષ પહેલા આજના દિવસે ભારતની પહેલી ટ્રેન દોડેલી

રાજકોટઃ આજે ભારતીય રેલ્‍વેનો જન્‍મદિવસ છે. રાજકોટના રેલ કર્મચારીઓએ આજના દિવસે એકબીજાને શુભેચ્‍છા સંદેશની આપ-લે કરી હતી. તસ્‍વીરમાં દેખાતી સ્‍ટીમ એન્‍જીન સાથેની ભારતની સોૈપ્રથમ પેસેન્‍જર ટ્રેન ૧૬ એપ્રિલ ૧૮૫૩ના દિવસે બોરીબંદર (મુંબઇ સીએસએમટી) અને થાણે વચ્‍ચે દોડી હતી. આજે ભારતીય રેલ્‍વેનું માળખુ દુનિયાભરમાં સંભવત બીજા ક્રમે આવે છે. જયારે રશિયાનો રેલમાર્ગ સોૈથી લાંબો છે જોકે પેસેન્‍જરોની હેરફેર મુદે ભારતીય રેલ માળખુ અગ્રક્રમે રહે છે.(૨.૨૯)

(2:52 PM IST)