<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

સહકાર ભારતીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અને આર.બી.આઇ.ના ડાયરેકટર સહિતના સભ્‍યો રાજકોટ યાર્ડની મુલાકાતે

 

રાજકોટઃ સહકાર ભારતીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ઉદય જોશીજી તથા રાષ્‍ટ્રીય સંગઠન મંત્રી સંજય પાંચપોરજી, તેમજ આર.બી.આઈ.ના સેન્‍ટ્રલ બોર્ડમાં સ્‍થાન ધરાવતાં ડાયરેક્‍ટર સતીશ મરાઠેજી રાજકોટ માર્કેટયાર્ડની મુલાકાતે આવ્‍યા હતા. મુલાકાત દરમ્‍યાન યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા દ્વારા તેઓનું શાલ ઓઢાડીને સન્‍માન કરી અભિવાદન કરવામાં આવ્‍યું હતું. ચેરમેન બોઘરા દ્વારા રાજકોટ માર્કેટયાર્ડ વિશેની પ્રાથમિક માહિતી આપી અને માર્કેટયાર્ડ દ્વારા કરવોમાં આવતી સહકારી પ્રવુતિ વિશે તેઓને અવગત કરાવવામાં આવ્‍યા હતા. સભ્‍યશ્રીઓએ પણ રાજકોટ માર્કેટયાર્ડની કામગીરી નિહાળી સંતોષ સાથે રાજીપો વ્‍યકત કર્યો હતો. તસ્‍વીરમાં સહકાર ભારતીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ઉદય જોશીજી સહિતનાઓનું અભિવાદન કરતા યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા નજરે પડે છે

(3:11 PM IST)