<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

રાજકોટમાં ભભૂતી પીવડાવીને રોગ મટાડતી ભૂઇનો પર્દાફાશ

વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમ ત્રાટકીઃ ભૂઇ ભાવના મકવાણા અને તેના પતિ ધીરૂ મકવાણાએ ગતકડા બંધ કરવા કબુલાતનામુ આપ્‍યુ એક ભુવાએ બાથરૂમમાં પિડીતાને સ્‍નાન કરાવવાની વિધી પણ કરી'તી

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વિરપુર પાસેના જેપુર ગામમાં છેલ્લા પંદર વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી ભભૂતી, માનતા, રોગ મટાડવાનો દાવો કરતી ભૂઇ ભાવના ધીરૂભાઇ મકવાણાના ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની  ટીમે માલવીયા નગરપોલીસ સ્‍ટેશનની મદદથી ૧ર૬૭ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભૂઇ ભાવના પતિ ધીરૂ કાળાએ કબુલાતનામુ આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી. વિજ્ઞાન જાથાએ ૧ર૬૭ માં માલવીયાનગર પોલીસ સ્‍ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યો હતો. રાજકોટનાં ગોકુલધામ પાસેના કવાર્ટરમાં સાસુ મંજૂલાબેન રામભાઇ લોખિલના રહે. જેપુરની ભૂઇ ભાવના ધીરૂભાઇ મકવાણા આવી સવારથી પિડીતા નડતર દુર કરવા વિધિ-વિધાન માટે આવ્‍યા હતાં. બાજોઠમાં સ્‍થાપન, ધાર્મિક, વિધી રાખવામાં આવી હતી.

પતિ નિમળે કહયું રાધિકાને નડતર કાઢવા માટે ભૂઇ દંપતિ બોલાવે છે. વિનાયકનગર રહેતી નણંદ મીરાબેન ખાંભરા આવી ગયેલ છે. ભભૂતી પીવા પીડીતાને બોલાવેલ. અગાઉ પાંચ વર્ષમાં પાંચ થી ૬ ભુવાઓ આવીને ભુવાપણુ કર્યુ હતું. એક ભુવાએ બાથરૂમમાં પીડીતાને સ્‍નાન નવડાવાની વિધિ કરી હતી.

પીડીતા ના પાડતી થતાં સાસુ-નણંદ મીરા જબરદસ્‍ત કરતી હતી. તેથી થોડાસમયથી સ્‍વામીનારાયણ ચોકમાં પીડીતા અલગ રહેવા ચાલી ગઇ હતી. ભૂઇ દંપતિને રૂપિયા પાંચ હજાર, બે હજારનું વાહન ભાડુ નકકી કરવામાં આવ્‍યું હતું. પીડીતાને ભુવા દંપતિ પાસે જવું ન હતું તેથી સવારના સાડા દસથી માલવીયાનગર પો. સ્‍ટેશન, મહિલા પો. સ્‍ટેશન અને ફેમીલી કોર્ટમાં  રૂબરૂ જવા છતાં કયાંય મદદ મળી ન હતી. એક પોલીસ કર્મીએ વિજ્ઞાન જાથાની મદદ લેવા સલાહ આપી હતી. સાંજે સાડાચાર કલાકે જાથાના કાર્યાલયનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. પાંચ વર્ષથી હેરાન-પરેશાન છું. ભુવાઓની વિધીથી થાકી ગઇ છું. મદદની માંગણી કરી અત્‍યારે ભભૂતી પીવડાવવા વારંવાર મોબાઇલ આવે છે. માનસિક થાકી ગઇ છું પીડીતા દસ હજારની નોકરી કરે છે. ઘરમાં નાનો બાળક છે. પતિ નિર્મળ કમાતો નથી. ઘરનું ગુજરાન ચલાવું છું. સાસુ - નણંદે  માર માર્યો છે. પીડીતાએ પ્રેમલગ્ન કર્યા હોય પિયર અપનાવતુ નથી. આપઘાત સિવાય રસ્‍તો નથી. સાસરા પક્ષના અતિ ત્રાસ આપે છે.

પીડીતાએ તાત્‍કાલીક મદદ માંગતા જાથાએ જરૂરી આધાર પુરાવા મેળવી લીધા હતા. ગોકુલધામ પાસે બે કાર્યકરોએ દોડાવી ત્રણ માળીયા કવાર્ટરમાં રૂબરૂ જોવા મોકલતા ભુઇ ઘરમાં સ્‍થાપન પાસે બેઠી છે. આસપાસના રહીશોએ મંજુલા સાસુ ઉપર ગંભીર આરોપ મુકી ત્રાસ સંબંધી સાચી હકીકત આપી હતી. સતત ભુવાઓ આવે છે. બધાને ત્રાસ આપે છે. રાધિકાને હેરાન કરે છે. નણંદ સીમાએ એકવાર માર પણ માર્યો છે. જેથી તુરંત રાધિકાને માલવીયાનગર પોલીસ સ્‍ટેશનને પહોંચવાનો સંદેશો મોકલી દીધો.

જાણીતા ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ માલવીયાનગર પોલીસ સ્‍ટેશનના પો. ઇન્‍સ. જીગ્નેશ દેસાઇને વાત કરી તેમાં ગુન્‍હો બનતો અટકાવવો અતિ જરૂરી છે. પીડીતા આપઘાત કરે તે પહેલા જાથાને મદદ કરવા માંગણી કરી હતી. પો.ઇન્‍સ. દેસાઇએ તુરંત જાથાની મદદે પોલીસ સ્‍ટાફ ફાળવી દીધો, મહિલા પોલીસ હર્ષાબેન દયાલભાઇ ડાભી અને જગદીશભાઇ પીઠાભાઇ સ્‍ટાફની ફાળવણી કરી દીધી.

જાથાના જયંત પંડયા સાથે રોહિત રાજદેવ, મિતેષ જીવાણી, અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખ સ્‍થાનિક સદસ્‍યો પો. સ્‍ટેશને પહોંચી ગયા.

જાથાનો ૧ર૬૭ મો સફળ પર્દાફાશમાં  જાથાની ટીમના રોમિત રાજદેવ, મિતેશ જીવાણી, પ્રકાશ મનસુખભાઇ અને અંકલેશ ગોહિલ તથા પો.ઇન્‍સ. જીગ્નેશ દેસાઇ, મહિલા પો. કર્મી. હર્ષાબેન ડાભી, જગદીશભાઇ પીઠાભાઇ, પોલીસ સ્‍ટાફે ઉતમ કામગીરી બજાવી હતી.

રાજયમાં ધર્મ, આસ્‍થા અને દોરા-ધાગાની છેતરપીંડીની માહિતી આધાર પુરાવા સાથે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર આપવો. (પ-૧૯)

(4:14 PM IST)