<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

સીટી બસના ડ્રાઇવર-કંડકટરોને શિસ્‍તના પાઠ ભણાવવાની જરૂરઃ શહેર કોંગ્રેસ

સ્‍પીડ લીમીટ બાંધવા અગાઉ રજુઆત કરેલી પણ કોઇએ ધ્‍યાન ન આપ્‍યુ

રાજકોટ, તા. ૧૬: શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની સંયુક્‍તયાદી જણાવ્‍યું છે કે, શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્‍યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. સીટી બસો માતેલા સાંઢની જેમ ચાલી રહી છે. અવારનવાર પ્રજાના ટાટીયા ભાંગવાનું અથવા ફેટલ અકસ્‍માતની ઘટનાઓ સીટી બસના ડ્રાઇવરો દ્વારા વધી રહી છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સીટી બસમાં સ્‍પીડ લિમિટ બાંધવા અને વિવિધ મુદ્દાઓને લગતુ આવેદનપત્ર આપવામાં આવેલ હતું પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્‍યા નહોતા.

હાલ સીટી બસ દ્વારા ઇન્‍દિરા સર્કલ ખાતે અડધો ડઝનથી વધારે લોકોને ઉલાળિયા છે ત્‍યારે તેમાંથી ત્રણથી વધુના મોતની પુષ્ટિ મળી છે. મળતકોને તમામને રાજકોટ મહાનગરપાલિકા કે રાજ્‍ય સરકાર દ્વારા પચાસ લાખની સહાય મળવી જોઈએ. ઈજા પામનારને ૨૫ લાખ સહાય મળવી જોઈએ.

સીટી બસના કેટલાક ડ્રાઇવર અને કંડક્‍ટરોનું વર્તન અત્‍યંત તોછડું અને દાદાગીરી પૂર્વકનું રહ્યું છે મહિલાઓ સાથે અને સિનિયર સિટીઝન સાથે પણ મન ફાવે તે પ્રકારે વર્તનો કરે છે. સીટી બસનો ડ્રાઇવર કંડકટર તમામને શિસ્‍તના પાઠ ભણાવવાની જરૂર છે. તેમ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, તુષારભાઈ નંદાણી સહિતના આગેવાનો ઘટના સ્‍થળે દોડી ગયા હતા.(૬.૧૩)સીટી બસના અકસ્‍માતમાં ભોગ બનનારને ૨૦ થી ૫૦ લાખની સહાય આપોઃ કોંગ્રેસ

કોંગી આગેવાનો ઘટનાસ્‍થળે દોડયાઃ માતેલા સાંઢની જેમ ફરતી સિટી બસની સ્‍પીડ બાંધોઃ વિપક્ષ આક્રમક

 રાજકોટ તા.૧૬: શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્‍યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શૈક્ષણિક હબ બની ગયું છે. રાજકોટમાં ચાલી રહેલી સીટી બસો માતેલા સાંઢની જેમ ચાલી રહી છે અવારનવાર પ્રજાના ટાટીયા ભાંગવાનું અથવા ફેટલ અકસ્‍માતની ઘટનાઓ સીટી બસના ડ્રાઇવરો દ્વારા વધી રહી છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સીટી બસમાં સ્‍પીડ લિમિટ બાંધવા અને વિવિધ મુદ્દાઓને લગતુ આવેદનપત્ર આપવામાં આવેલ હતું પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્‍યા નહોતા તેમ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા જણાવે છે.

વધુમાં કોંગી આગેવાનોએ જણાવ્‍યું હતુ કે, સીટી બસ દ્વારા ઇન્‍દિરા સર્કલ ખાતે અડધો ડઝનથી વધારે લોકોને ઉલાળિયા છે ત્‍યારે તેમાંથી ૪ના મોતની પુષ્ટિ મળી છે જ્‍યારે હજુ પણ એકાદ બે ગંભીર હોય ત્‍યારે મળતકોને તમામને રાજકોટ મહાનગરપાલિકા કે રાજ્‍ય સરકાર દ્વારા પચાસ લાખની સહાય મળવી જોઈએ. ઈજા પામનારને ૨૫ લાખ સહાય મળવી જોઈએ એવી માંગ કરી છે.

ઘટનાની જાણ થતાની સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, તુષારભાઈ નંદાણી સહિતના આગેવાનો ઘટના સ્‍થળે દોડી ગયા હતા.(૨.૨૮)

(4:13 PM IST)