<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

શાપર - વેરાવળમાં જુગાર રમતા ૮ પકડાયાઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

રાજકોટ તા.૧૬: શાપર-વેરાવળમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા ૮ શખ્‍સોને ઝડપી લીધા હતા.

 રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  હિંમકર સિંહેએ જીલ્લામાં  પ્રોહિ/જુગારની પ્રવળતિઓ ઉપર સફળ રેઇડો કરવા તેમજ પ્રોહિ /જુગારની પ્રવળતિઓ નેષ્ટોનાબુદ કરવા માટે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના I/C પોલીસ ઇન્‍સપેકટર  એફ.એ.પારગી તથા પો.સબ ઇન્‍સ. એચ.સી.ગોહિલ  સુચના કરતા તેઓના સીધા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍ય ટીમ શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પ્રેટ્રોલીંગમાં હોય દરમ્‍યાન એ.એસ.આઇ. રવીદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા,તથા પો.કોન્‍સ, મેહુલભાઇ સોનરાજ, પ્રકાશભાઇ પરમાર  શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશનના શાપર ગામ જવાના રોડ ડીલકક્ષ પાનવાળી શેરીમાં જાહેરમાં મોબાઇલ લાઇટના અંજવાળે જુગાર રમતા કુલ ૮ ઇસમોને  ૯૭૬૫૦/ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્‍સોમાં (૧) રોહીત ધર્મેન્‍દ્રભાઇ શાહુ રહે. હાલ પારડી સીધેશ્વર સોસાયટી બ્‍લોક નં. ૨ (૨) નાગેન્‍દ્રકુમાર સંતલાલ ગૌતમ રહે. શાપર રેમ્‍બો ટેકનો કાસ્‍ટ ની પાસે નેહાલભાઇ પઠાણની ઓરડીમાં (૩) નામ દેવેન રાજબહાદુર બીંદ કેવટ રહે. પારડી શીતળામાતાના મંદીર પાસે આંબેડકરચોક પાસે (૪) પરશોતમ ઉર્ફે પવન રાજકિશોર શર્મા રહે. વેરાવળ મસ્‍કત ફાટક પાસે ઇન્‍ટેક ફલો વાલ્‍વ કારખાનામાં  (૫) અરવીંદ રાજારામ સરોજ રહે.પીપળીયા શ્રી ટેકનો ફોર્જ નામના લોખંડના પાઇપના કારખાનામા (૬) મહમદ મુજાહીદ અબ્‍દુલ જબાર શેખ રહે. શાપર સરદાર ગ્રાઇન્‍ડ કારખાનાની ઓરડીમાં (૭) રંજીત ગુલાબભાઇ શ્રીવાસ રહે. શાપર મેઇન રોડ ડીકક્ષપાનની દુકાનની બાજુમાં તથા  (૮) અજય શીવકુમાર શાહુ રહે. આર્દશ સોસાયટી બી.૫૮  નો સમાવેશ થાય છે.

(3:50 PM IST)