News of Thursday, 17th April 2025
દિલ હૈ કી માનતા નહીં... કાલે હેમુ ગઢવી હોલ ખાતે ૧૯૯૦ના દાયકાના સુપરહિટ ગીતોનો કાર્યક્રમ
સમશુદિન વાઘેલા (વડોદરા), રીના ગજજર (જામનગર), પિયુષ જોશી(રાજકોટ) અને જાનવી આડેસરા જમાવટ કરશે :સુરશ્રી કલ્ચરલ કલબ અને જવેલદીપ ગ્રુપનું આયોજન

રાજકોટઃ સુરશ્રી કલ્ચરલ કલબ અને જવેલદીપ ગૃપ દ્વારા તા.૧૮ શુક્રવારે રાત્રે ૯ કલાકે હેમુ ગઢવી મેઇન ઓડીટોરીયમ, રાજકોટ ખાતે ૧૯૯૦ના દશકાના સુપરહિટ ગીતોના કાર્યક્રમ ‘‘દિલ હૈ કી માનતા નહીં''નું આયોજન કરવામાં આવેલ છે.
આ સુરીલા કાર્યક્રમમાં જેને પ્લેબેક સિંગર કુમાર શાનુ સાથે લાઇવ સ્ટેજ શો કરેલ છે તે વડોદરાના સુવિખ્યાત ગાયક, વોઇસ ઓફ કુમાર શાનુ શ્રીસમશુદીન વાઘેલા, જામનગરના સુવિખ્યાત ગાયીકાશ્રી રીના ગજજર તેમજ ગેસ્ટ સીંગર તરીકે રાજકોટના વોઇસ ઓફ કિશોરકુમાર શ્રી પિયુષભાઇ જોશી અને વોઇસ ઓફ લતાજી શ્રી જાનવી આડેસરા પોતાના મખમલી કંઠથી સુમધુર ગીતોની પ્રસ્તુતી કરશે. તેમને ઓર્કેસ્ટ્રામાં રાજકોટના દર્શીત કાચા-કીબોર્ડ, ભાર્ગવ જાની-તબલા, મહેશ ઢાકેચા-ઢોલક, જુલીયસભાઇ-કોંગો, મીતુલ ગોસાઇ-ઓકટોપેડ, ફીરોઝ શેખ-ડ્રમ, જીમ્મી વ્યાસ-ગીટાર, હાર્દીકભાઇ-સેકન્ડ કીબોર્ડ અને પ્રકાશ વાગડીયા-સાઇડ રીધમમાં સંગત કરશે. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન પોરબંદરના મહંમદ હુસેન ધડા કરશે અને સંયોજન કમલ રાજપરા કરશે.
આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, રાજકોટ ભાજપના પુર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, રાધિકા જવેલર્સના અશોકભાઇ ઝીંઝુવાડીયા, સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ કુલપતી કમલેશભાઇ જોશીપુરા ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ફાઉન્ડર ચેરમેન કીરીટભાઇ રાજપરા (મો.૯રર૭૬ ર૬પ૯૦), ટ્રસ્ટી કમલભાઇ રાજપરા, પ્રોજેકટ ચેરમેન અમીતભાઇ રૂપારેલીયા, પ્રોજેકટ ડાયરેકટર પરેશભાઇ જનાણી, મેહુલભાઇ ભગત તેમજ પ્રોજેકટ કમીટી મેમ્બર્સ કૈલાશભાઇ રાજપરા, ધરવભાઇ ઝીંઝુવાડીયા, રાજુભાઇ ફીચડીયા, રાજુભાઇ કાત્રોડીયા, ચંદુભાઇ પાટડીયા, સંજયભાઇ રેહી, કલ્પેશભાઇ માંડલીયા, નીરજભાઇ શુકલ, અલ્પેશભાઇ ડોડીયા, મુન્નાભાઇ ઠકકર, સંજયભાઇ લોઢીયા, વિપુલભાઇ બલદેવ, હર્ષભાઇ લગાળીયા, પિયુષભાઇ જોશી અને મનીષભાઇ કારેલીયા જહેમત ઉઠાવી રહયાં છે. (૩પ.૧ર)
(2:30 PM IST)










