News of Thursday, 17th April 2025
ભાઉલાલ પાટીલનું હૃદય બેસી જતાં મોતઃ પરિવારે ચક્ષુદાન કર્યુ
રાધીકા સોસાયટીમાં બનાવઃ સિવિલ હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૃની સમજાવટથી પરિવારજનોનું સ્તુત્ય કાર્ય

રાજકોટ તા. ૧૭ : કોઠારીયા સોલવન્ટ પાસે રાધિકા સોસાયટીમાં રહેતાં ભાઉલાલ ચતુરભાઇ પાટીલ (ઉ.વ.૫૪) સવારે સાડા આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. ભાઉલાલ ભઠ્ઠી ખાતામાં કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૃએ સ્વજનોને સમજાવતાં તેમણે મૃતક ભાઉલાલ પાટીલના ચક્ષુઓનું દાન કરી સ્તુત્ય કાર્ય કર્યુ હતું. (૧૪.૯)
(3:32 PM IST)










