<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

આત્‍મન યુવા ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતીની ઉજવણી

 

રાજકોટ : આત્‍મન યુવા ગ્રુપ દ્વારા સતત ૧૮ માં વર્ષે ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. જેમાં વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, આ પગપાળા યાત્રાને ‘‘આનંદબા ખાચર'' નાયબ નિયામક અનુ. જાતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘ભીમ ધ્‍વજ' લહેરાવી પ્રસ્‍થાન કરાવવામાં આવેલ. આ તકે ડો. આંબેડકર ભવનમાં વિદ્યાર્થીઓ માટે વાંચનાલયનો પ્રારંભ કરાવાયો હતો. તેમજ વહેલી તકે લાઇબ્રેરી શરૂ થશે તેમ જણાવ્‍યું હતું. આ તકે આત્‍મન યુવા ગ્રુપ દ્વારા આનંદબાને સાફો બાંધીને સન્‍માન કરવામાં આવેલ. ડો. આંબેડકર ભવન દાસીજીવણપરાથી શરૂ થયેલ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી ડો. આંબેડકર ભવન ખાતે સમાપન થઇ હતી. શાંતિપૂર્ણ અને શિસ્‍તબધ્‍ધ આ શોભાયાત્રાનું છાશ, શરબત વગેરેથી તેમજ સમાજની દીકરીઓએ સામૈયાથી સ્‍વાગત કરેલ હતું. સ્‍વાગત કરનાર દરેક બાળાઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ. બીજો કાર્યક્રમ ‘સિમ્‍બોલ ઓફ નોલેજ ક્‍વિઝ કોન્‍ટેસ્‍ટ' ઓનલાઈન ગુગલ ફોમ પર તા. ૫ થી ૩૦ એપ્રિલ સુધી ચાલુ રહેશે. કોન્‍ટેસ્‍ટમાં ભાગ લઈ ૩૦માંથી ૨૫ કે તેથી વધુ અંક મેળવનારને ઈ-પ્રમાણપત્રથી સન્‍માનિત કરવામાં આવશે. ત્રીજો કાર્યક્રમ ૧૪ મી એપ્રિલે ઘર ઘર રંગોળી અને ઘર ડેકોરેશન સ્‍પર્ધા રાખેલ.  સ્‍પર્ધામાં ભાગ લેનાર શ્રેષ્‍ઠ દસ સ્‍પર્ધકોને સંસ્‍થા દ્વારા ઈ-પ્રમાણપત્રથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ સુમેધ તથાગતની આગેવાનીમાં સંબોધી તથાગત, નીલેશ ગોહિલ, વિશાલ પારઘી, અમિતભાઈ રાઠોડ, દિનેશભાઈ સોલંકી, સૂરજ મકવાણા, કેવલ રાઠોડ, ઈશ્વર વાણિયા, ભાર્ગવ પરમાર, વિશાલભાઈ મકવાણા, નિલેશભાઈ પરમાર, નાગસેન નાગવંશી, ચેતનભાઈ અલગોતર, નિકુંજ પડાયા, રાકેશ રાઠોડ, સચિન મકવાણા, જલ્‍પેશ વાઘેલા, ભાવિન વાઘેલા, જયદીપ વાઘેલા, ઉદય સોલંકી, મયુર રાઠોડ, બાવનજીભાઈ ગોહિલ, મયંક રાઠોડ, અંકિત વાણિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ આયુ. સુમેધ તથાગત (મો.૯૮૨૫૬ ૭૦૧૬૬)ની યાદીમાં જણાવાયુ છે.

(3:34 PM IST)