<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

૧૫૦ ફૂટ રીંગ રોડ - કાલાવડ રોડ - મોરબી રોડ મસાલા માર્કેટમાં ફૂડશાખા ત્રાટકીઃ ૧૦નમૂના લેવાયા

બાપાસીતારામ ચોક થી રામધણ મવડી વિસ્‍તારમાં હોકર્સ ઝોનમાં ૨૦ ધધાર્થીઓનું ચેકીંગઃ ૯ને નોટીસ

રાજકોટ તા.૧૭: મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના બાપાસિતારામ ચોક થી રામધણ તરફ મવડી વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. બાલાજી ચાઇનીઝ પંજાબી, પટેલ કોલ્‍ડ્રીક્‍સ, ધરતી કોલ્‍ડ્રિક્‍સ બાલાજી ઘૂઘરા, ક્રિષ્‍ના મારવાડી પાણિપુરી, પટેલ ભેળ, મયુર ભજીયા, બાલાજી ફૂડ પોઈન્‍ટ, વરિયા રેયા ગાંઠિયા  સહિત ૯ને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

૧૦ નમૂના લેવાયા

મસાલાની સિઝનને અનુલક્ષીને ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે કુલ ૧૦ નમૂના લેવામાં આવેલઃ-

(૧) રાઈના કુરીયા (લુઝ): સ્‍થળ - ઠાકર મસાલા ભંડાર(મંડપ), શ્રીરામ મસાલા માર્કેટ, ધ મિલેનિયમની બાજુમાં, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ

(૨) ધાણી (લુઝ): સ્‍થળ - શ્રીયમુનાજી મસાલા ભંડાર(મંડપ), જય ખોડિયાર મસાલા બજાર, ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ સામે, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ

(૩) જીરૂ (લુઝ): સ્‍થળ - જય સોમનાથ મસાલા(મંડપ), જય ખોડિયાર મસાલા બજાર, ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ સામે, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ

(૪) વરિયાળી (લુઝ): સ્‍થળ - શ્રીરામ મસાલા ભંડાર(મંડપ), શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ

(૫) મેથીના કુરિયા (લુઝ): સ્‍થળ - શ્રીરામ મસાલા ભંડાર(મંડપ), શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ

(૬) J.K. SPICES અજમો (૫૦૦ G PKD): સ્‍થળ - જય સોમનાથ મસાલા (મંડપ), જય ખોડિયાર મસાલા બજાર, ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ સામે, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ

(૭) HONEST RED CHILLI POWDER (FROM 1 KG PKD):  સ્‍થળ- મીત રેસ્‍ટોરન્‍ટ, ઓનેસ્‍ટ, ICICI બેન્‍ક પાસે, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ

(૮) HATHI CHILLI POWDER (500 G PKD): સ્‍થળઃ-શ્રીનાથ ટ્રેડીંગ, ૪-લાતી પ્‍લોટ, મોરબી રોડ, રાજકોટ.

(૯) HATHI TURMERIC POWDER (500 G PKD): સ્‍થળ- શ્રીનાથ ટ્રેડીંગ, ૪-લાતી પ્‍લોટ, મોરબી રોડ, રાજકોટ

(૧૦) HATHI CORIANDER CUMIN POWDER (500 G PKD):  સ્‍થળઃ શ્રીનાથ ટ્રેડીંગ, ૪-લાતી પ્‍લોટ, મોરબી રોડ, રાજકોટ.

(4:15 PM IST)