News of Thursday, 17th April 2025
શનિવારથી જટીલ રોગોની સારવાર અંગે ફિઝીશીયન કોન્ફરન્સ
રાજકોટના ફિઝીશીયન એસોસીએશન દ્વારા આગામી શનિ-રવિ બે દિવસ આયોજનઃ દેશભરના જાણીતા તબીબો લેકચર આપશેઃ વિવિધ રોગના નિષ્ણાંત ૩૯ તબીબો જોડાશેઃ અદ્યતન સારવાર અંગે સમૂહ ચિંતન

રાજકોટઃ એસોસીએશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટ દ્વારા આગામી તા. ૧૯-૨૦ એપ્રિલ ૨૦૨૫ (શનિ-રવિ) બે દિવસ રાજકોટમાં યોજાનાર એ.પી.આર.કોન-૨૦૨૫ની કોન્ફરન્સ યોજાનાર છે. પ્રસ્તુત તસ્વીરમાં અકિલા કાર્યાલય ખાતે ઓર્ગેનાઈઝીંગ કમીટીના સાયન્ટીફીક સેક્રેટરી ડો. ગુંજન જોષી, ડો.તેજસ કરમટા, ડો.પારસ શાહ, ડો.અર્ચીત રાઠોડ, ડો. અંકુર સીણોજીયા, ડો.કૃતાર્થ કાંજીયા, ડો.ધ્રુવ કોટેચા, પ્રેસીડન્ટ ડો.મયંક ઠક્કર અને સેક્રેટરી કો. મિલાપ ઠકરારની તસવીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૭: એસોસીએશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ફિઝીશીયનો માટે આગામી તા. ૧૯-૨૦ (શનિ-રવિ) એપ્રિલ બે દિવસ માટે કોન્ફરન્સ એ પી.આર. કોન-૨૦૨૫નું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સમાં દેશભરના વિવિધ રોગના નિષ્ણાત તબીબો દ્વારા મેડિકલ ક્ષેત્રે થયેલ અદ્યતન સારવાર પધ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૬૦૦થી વધુ ફિઝીશીયનનો ભાગ લેશે એમ એસોસીએશનના પ્રમુખ ડો. મયંક ઠક્કર અને સેક્રેટરી ડો. મિલાપ ઠકરારની એક સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.
એસોસીએશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટના પ્રમુખ ડો. મયંક ઠક્કરના જણાવ્યા અનુસાર એસોસીએશન દ્વારા તબીબો અને સમાજ પ્રત્યેની ફરજ સમજી અમુક વરસોથી સૌરાષ્ટ્ર-કચ્છના ફિઝીશીયનોની કોન્ફરન્સ રાજકોટમાં રાખવામાં આવે છે. આગામી તા. ૧૯ અને ૨૦ એપ્રિલ ૨૦૨પ એમ બે દિવસ માટે રીઝન્સી લગુન હોટલ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના ફિઝીશીયનોની કોન્ફરન્સ એ પી.આર કોન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૬૦૦ થી વધુ ફિઝીશીયન ભાગ લેશે. કોન્ફરન્સમાં દેશભરમાંથી વિવિધ રોગના નિષ્ણાત ૩૯ જેટલાં તબીબો ખાસ પધારશે જે તે રોગના નિદાન અને સારવાર ક્ષેત્રે થયેલ અદ્યતન શોધ વિશે માર્ગદર્શન આપશે.
એસોસીએશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટના સેક્રેટરી ડો. મિલાપ ઠકરારના જણાવ્યા અનુસાર મેડિકલ સાયન્સમાં જે તે તબીબ માટે પોતાના જ્ઞાનની વળધ્ધિ સાથે વિશ્વ કક્ષાની સારવાર બાબત જાગળત રહેવુ જરૂરી છે. અમોએ રાજકોટ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના તબીબો પણ તેમના જ્ઞાનમાં વળધ્ધી કરી સમાજમાં સારી સેવા આપી શકે એવા ઉમદા હેતુ સાથે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના તબીબો માટે કોન્ફરન્સ રાખવાનું નક્કી કર્યા બાદ આ ત્રીજી વખત આવી કોન્ફરન્સ યોજી રહ્યા છીએ દર વખતે દેશભરના જે તે રોગના નિષ્ણાત કહી શકાય એવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબોને રાજકોટ બોલાવી તેમની પાસેથી અમો વિવિધ રોગના નિદાન અને સારવાર વિશે માર્ગદર્શન મેળવીએ છીએ.
કોન્ફરન્સના સાયન્ટીફીક સેક્રેટરી ડૉ ગુંજન જોષીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં કાર્ડિયોલોજી. ગેસ્ટ્રોએન્ટ્રોલોજી. ન્યુરોલોજી, નેફોલોજી, રૂમેટોલોજી, ઈન્ફેક્શનને લગતા રોગ, એન્ડ્રોકાઈનોલોજી, પલ્મેનોલોજી, ઓન્કો-હેમેટોલોજી વગેરે ક્ષેત્રના દેશભરના જાણીતા તબીબો ખાસ પધારશે અને જે તે ફિલ્ડમાં વર્તમાન સમયમાં થયેલ અદ્યતન નિદાન-સારવારની પધ્ધતિ વિશે માર્ગદર્શન આપશે. કોન્ફરન્સમાં એઈમ્સ-નવી દિલ્હી, મુંબઈ, પુના, હૈદ્રાબાદ, બેંગ્લોર, કોઈમ્બતુરના જે તે રોગના આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ૩૯ જેટલાં તબીબો દ્વારા સૌરાષ્ટ્રના તબીબોને માહિતી આપવામાં આવશે. કોન્ફરન્સમાં લાઈફ સ્ટાઈલ ડિસીસની સાથે જીનેટીક રોગ, સંપૂર્ણ હેલ્થ ચેકઅપ વખતે કરવામાં આવતા વિવિધ રીપોર્ટ દ્વારા યોગ્ય નિદાન કેન્સર વગેરે બિમારીમાં ટારગેટ આધારીત અદ્યતન સારવાર પધ્ધતિ, મેદસ્વીતાથી છૂટકારો મળે એ માટે મેડિકલ ક્ષેત્રે થયેલ આધુનીક દવાઓની શોધ, ચીંતામુક્ત રહી તંદુરસ્ત જીવન જીવી શકાય એ પ્રકારની જીવનશૈલી બાબત માર્ગદર્શન વગેરે મુદાઓ પર દેશભરના નિષ્ણાતો દ્વારા ગહન ચર્ચા કરવામાં આવશે અને તબીબો એક બીજાના જ્ઞાનની આપલે કરશે.
કોન્ફરન્સમાં મુંબઈના ડો. સતીષ ખડીલકર, ડો. ઉદય જાદવ. ડો. જોય દેસાઈ, ડો. મનોજ ચઢા, ડો. સમીર શાહ, ડો. નલીની શાહ, ડો. નિતીન શાહ, ડો. રાહુલ પંડીત, ડો. ભૂપેન દેસાઈ, લોહી રોગ અને કેન્સરના નિષ્ણાત મુંબઈના ડો. એમ બી અગ્રવાલ, સુરતના ડો. સલીલ વાણીયાવાલા, ડો. પિયુષ દેસાઈ, ડો. વત્સા પટેલ, ગુરુગ્રામના ડો. જાજીત વાસીર, રોહતકના ડો. સમીર અગ્રવાલ, અમદાવાદના ડો. હર્જીત ડુમરા, ડો. ઓમ્ લાખાણી, ડો. સુરભી મદાન, ડો. સપના પંડયા, ડો. પ્રકાશ દરજી, ડો. જય કોઠારી, ડો. અનિષ ચંદારાણા, ડો. બંસી સાબુ. ડો. નવનીત શાહ, ડો. વિવેક પટેલ, ડો. વિવેક આર્યા, ડો. શાલીન શાહ, દિલ્હીના ડો. દીપક ખંડેલવાલ, ડો. સંદીપ શેઠ, ડો. ઓ.પી. યાદવ, પુનાના ડો. સુજીત જગતાપ, ગાંધીધામના ડૉ કુનાલ ઠક્કર, નાસીકના ડો. ચૈતન્ય બુવા, આણંદના ડો. નીખીલ પટેલ, નડીયાદના ડો. શીશીર ગંગ સહિત અનેક જાણીતા તબીબો દ્વારા જે તે વિષય પર લેક્ચર લેવામાં આવશે.
કોન્ફરન્સના આયોજન માટે એ.પી.આર.કોન-૨૦૨૫ના પ્રેસીડન્ટ ડો. મયંક ઠક્કર, સેક્રેટરી ડો. મિલાપ ઠકરાર, સાયન્ટીફીક સેક્રેટરી ડો. ગુંજન જોષી, ઉપ પ્રમુખ ડો. પારસ શાહ, આઈ.પી.પી. ડો. જયેશ ડોબરીયા, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. તેજસ કરમટા, જોઈન્ટ સેક્રેટરી ડૉ અર્ચિત રાઠોડ, ટ્રેઝરર ડો. સુનિલ ઉકાણી, ડો. વિશાલ પોપટાણી, ડો. વિરલ બલદાણીયા, સાયન્ટીફીક કમીટીના ડો. ડેનીશ સાવલીયા, ડો. નિરજ મહેતા, ડો.મનિષ બાવળીયા, ડો.મેધાવી ભપલ, એડવાઈઝરી કમીટીના ડૉ ગિરીશ પટેલ, ડો.પ્રતાપ જેઠવાણી, ડો.કિરીટ દેવાણી, ડો. પ્રફુલ ગજજર, એકઝીકયુટીવ કમીટીના ડો. અભિષેક રાવલ, ડો.અંકુર સીણોજીયા, ડો.ધ્રુવ કોટેયા, ડો.કૌમીલ કોઠારી, ડો.કિષ્ના મોરી, ડો.કળતાર્થ કાંજીયા, ડો.મુકેશ રંગાણી, ડો.નિલેશ દેત્રોજા સહિતના તબીબોની ટીમ કાર્યરત છે. કોન્ફરન્સના કો ઓર્ડીનેટર તરીકે ડૉ સંજય ભટ્ટ, ડો.પંકજ પટેલ, ડો.તુષાર પટેલ સેવા આપે છે.
(3:43 PM IST)










