<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

શહેરના ૯ પીએસઆઇની અરસ-પરસ બદલી

લિવ રિઝર્વના છને ડિવીઝન, બ્રાંચમાં મુકાયાઃ ભક્‍તિનગર, પ્ર.નગર, એ-ડિવીઝનના પીએસઆઇ પણ બદલાયા

રાજકોટ તા. ૧૭: શહેરના નવ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટરની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ અરસ-પરસ બદલી કરી છે. જેમાં લિવ રીઝર્વના છ પીએસઆઇને ડિવીઝન, બ્રાંચમાં મુકાયા છે. આર. એમ. બરાડીયાને એ-ડિવીઝન, વી.ડી. રાવલીયાને ગાંધીગ્રામ, એસ. આર. ચાવડાને એ-ડિવીઝન, આર. કે. ગોહિલને પ્ર.નગર, એસ. વી. ચુડાસમાને ડીસીબીમાં તથા એ. એ. પરમારને અરજી શાખામાં મુકાયા છે. જ્‍યારે એ-ડિવીઝનના બી. ડી. ડાંગરને ડીસીપી ઝોન-૨ના રીડર તરીકે તથા પ્ર.નગર ડી. સ્‍ટાફના આઇ. એ. બેલીમને યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં તેમજ ભક્‍તિનગરના પી.એસ. ગોહિલને ટ્રાફિક શાખામાં મુકાયા છે.

(4:04 PM IST)