તા. ૧૫ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૭ શુક્રવાર
News of Monday, 21st April 2025
પ્રિમોન્સૂન કામગીરીઃસોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વોકળાની સફાઈ

રાજકોટઃ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વ્રારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં આવેલ વોકળાની સફાઈ કામગીરી કરવામાં આવેલ. જેમાં જે.સી.બી.-૩ તથા ડમ્પર-૬ દ્વારા અંદાજીત ૬૮ ટન ગાર-કચરો વોંકળામાંથી નિકાલ કરવામાં આવેલ છે.
મધ્ય ઝોનના વોર્ડ ન.૭ માં આવેલ એકલવ્ય હોલ સામે, જનકલ્યાણ હોલ પાછળ વોંકળા, પ?મિ ઝોનના વોર્ડ ન. ૯ માં પામ યુનીવર્સ એપાર્ટમેન્ટ પાસે આવેલ વોંકળા તથા પુર્વ ઝોનના વોર્ડ નં.૧૫ મા આવેલ કુબલિયાપરા વોંકળામાં જે.સી.બી.-૩ તથા ડમ્પર-૬ દ્વારા અંદાજીત ૬૮ ટન ગાર, કચરો વોંકળા માંથી નિકાલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ કમિશનરની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પર્યાવરણ ઇજનેર અને લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરમાર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી
(3:22 PM IST)










