<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વિશ્વમાં ઠેર ઠેર સંઘર્ષ સર્જાતા જાય છે: સર્બિયામાં શાસક પક્ષની નીતિઓ અને સરકારી ભ્રષ્ટાચાર તથા પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ મૂકવા સામે જબરજસ્ત વિરોધ દેખાવો: શાસક પક્ષના કાર્યાલયમાં મોટાપાયે તોડફોડ: બળ પ્રયોગ: અનેક ઘવાયા, અનેકની ધરપકડ: હજારો લોકો અને વિદ્યાર્થી સંઘો જોડાયા : સર્બિયાના નોવી સૅડ શહેરમાં પ્રચંડ વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધકર્તાઓએ શાસક પક્ષના કાર્યાલયમાં તોડફોડ કરી. આ ઘટના બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પ્રદર્શનનું કારણ, શાસક પક્ષની નીતિઓ અને સરકારી ભ્રષ્ટાચાર સામેનો રોષ હતો. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો છે.10:34 PM IST

ગણત્રીની કલાકોમાં ટ્રમ્પ અને પુતિનની ઐતિહાસિક બેઠક શરૂ થશે: અભૂતપૂર્વ ઘટના: વિશ્વના ટોચના આ બે નેતાઓ વચ્ચે અલાસ્કા એરપોર્ટ ઉપર પુતિનના ખાસ સુરક્ષા વાળા વિમાનમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા: ૭૦૦ આંતરરાષ્ટ્રીય પત્રકારોનું આગમન: યુક્રેનના સમર્થનમાં વિરોધ પ્રદર્શનોનું પણ આયોજન: ન્યૂઝ ફર્સ્ટ : પુતિનનું વિમાન, જેને રશિયન સરકારનું અત્યંત સુરક્ષિત વિમાન ગણવામાં આવે છે, તે આ બેઠકનું સ્થળ બનશે: આ ગજબનાકનો નિર્ણય પુતિનની સુરક્ષા ચિંતાઓને કારણે લેવાયો: રશિયન પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ, સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ, નાણાં મંત્રી એન્ટોન સિલુઆનોવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ સામેલ છે 8:08 PM IST

નરેન્દ્રભાઈએ ૨ ઓક્ટોબરથી દેશભરમાં શરૂ થઈ રહેલ આરએસએસની ૧૦૦ વર્ષની શતાબ્દી ઉજવણીને ભારતના ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ ગણાવ્યું,: વિપક્ષોમાં નારાજગી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૧૯૨૫માં ડૉ. કેશવ બલિરામ હેડગેવારે નાગપુરમાં વિજયાદશમીના દિવસે કરી હતી : સંઘને નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી મોટી બિન-સરકારી સેવા સંસ્થા – એનજીઓ ગણાવી, સ્વયંસેવકોના રાષ્ટ્ર નિર્માણ અને વ્યક્તિ નિર્માણના સમર્પણની પ્રશંસા કરી: આરએસએસે સ્થાપના શતાબ્દીની ઉજવણી માટે દેશભરમાં એક લાખ હિન્દુ દ્વારા અને ઘરે-ઘરે સંપર્ક અભિયાનનું આયોજન કર્યું છે:ભુવનેશ્વરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજીએ આજે સ્વાતંત્ર્ય દિવસે ધ્વજવંદન કર્યું: ૨ ઓક્ટોબરે નાગપુરમાં ભાગવતજીના સંબોધન સાથે દેશભક્તિ સંપર્ક અભિયાનનો પ્રારંભ થશે3:17 PM IST